________________
૧૮
મિત્રાદષ્ટિની સક્ઝાય
મહામહોપાધ્યાયજી મહારાજાએ ફરમાવ્યું છે કે ઉપર જણાવેલાં યોગનાં બીજની કથા-વાતચીત સાંભળી શરીર રોમાંચિત થાય છે. આવો રોમાંચ જ્યારે આપણને અનુભવવા મળશે, ત્યારે ખરેખર જ આ મિત્રાદષ્ટિની છાયામાં આપણે હોઈશું. ઉપર જણાવેલાં યોગના બીજને લાવી આપનારું યોગનું બીજ જ આ છે. આપણને આવો રોમાંચ ધર્મ સિવાય અન્યત્ર સારી રીતે અનુભવવા મળે છે જ. અર્થકામની કે રમતગમતની આપણને જેમાં રુચિ છે એવી વાતો સાંભળતાં આપણે કંઈ કેટલીય વાર આનંદ અનુભવ્યો છે. ગમે તેવા પ્રખર તાપમાં ક્રિકેટની રમત જોનારા કે તેની કૉમેન્ટ્રી સાંભળનારા અપ્રશસ્ત રોમાંચનું અદ્ભુત દષ્ટાંત છે. અનિવાર્યપણે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવી પડે ત્યારે પણ તેની આંખ અને તેના કાન તો એ તરફ જ હોય ને ? છાપું આવતાંની સાથે સૌથી પહેલાં વાચવાનું એ જ ગમે ને ? કોઈ વાર જોઈ ન શકીએ કે સાંભળી ન શકીએ તો એનો રંજ પણ કેટલો રહે ? બસ આવી જ હાલત આ પ્રથમ દષ્ટિમાં રહેલા સાધકની છે. યોગબીજની કથા સાંભળતાં એનું શરીર રોમાંચિત થાય છે. યોગીજનોની દરેકેદરેક શુભ પ્રવત્તિને જોઈને તે તે શુભ પ્રવૃત્તિ પોતે કેવી રીતે કરી શકે-એવો વિચાર એને સતત આવ્યા કરે છે. પોતે જેને અશક્ય કે અસંભવિત માને છેએવી પણ સહજતાથી કરાયેલ યોગીજનોની તે તે શુભ પ્રવૃત્તિને જોઈને આ દષ્ટિમાં યોગીજનો પ્રત્યેનો અહોભાવ વધતો હોય છે. આવો ધર્મ પ્રત્યેનો સ્નેહ અવંચક્યોગના પ્રભાવે આ પ્રથમ દષ્ટિના સાધકને પ્રાપ્ત થાય છે. ૧૧
એ અવંચક્યોગનું સ્વરૂપ બારમી ગાથાથી વર્ણવાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org