________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૭
લેખન પૂજન આપવું, મુતવાચન ઉદ્માહો રે, ભાવવિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો રે,
- વીર જિણેસર દેશના ૧ના મિત્રાદષ્ટિવાળા જીવને આગમ પ્રત્યે જે બહુમાન છે તે આગમન લેખન, પૂજન વગેરે દ્વારા જણાય છે. યોગીજનો જ્યારે આગમનાં લેખનાદિમાં પ્રવૃત્ત હોય છે ત્યારે આ દષ્ટિ પામેલાને એમ થાય કે, હું પણ આ આગમનું લેખનકાર્ય કરું -એ માટે જોકે પોતાના અક્ષર સારા જોઈએ, શુદ્ધ લખતાં આવડવું જોઈએ અને સમયાદિની અનુકૂળતા જોઈએ. એવી કોઈ જાતની અનુકૂળતા ન હોય તો આગમના લેખનકાર્યમાં ગીતાર્થ ગુરુજનની સૂચના મુજબ જરૂર પડ્યે કાગળ વગેરેના પ્રદાન દ્વારા સહાયક બની આગમના લેખનની ઈચ્છાને તે સફળ કરે છે. વિધિપૂર્વક આગમની પૂજા કરી વાચનાદિ માટે યોગીજનને આગમ આપી તેઓશ્રીની પાસેથી મૃતની વાચનાને ખૂબ જ એકાગ્રચિત્તે ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલી વાચનાના સ્વાધ્યાયથી પૂજ્ય ગુર્નાદિકે જણાવેલા એ ભાવોને વિસ્તારથી જાણવાની તેમ જ તેનું ચિંતન અને મનન કરવાની ચાહના આ દષ્ટિવાળા જીવને હોય છે. ૧ના
આ સિવાયના શેષ યોગબીજને જણાવવા ગ્રંથકારશ્રીએ અગિયારમી ગાથા ફરમાવી છેબીજયા ભલી સાંભળી, રોમાંચિત હુએ દેહ રે, એહ અવંચકયોગથી, લહીએ ધરમસહ રે,
વીર જિણેસર દેશના ૧૧ના આ દષ્ટિમાંના સાધકની યોગ્યતાને વર્ણવતાં પૂજ્યપાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org