________________
૧૬
મિત્રાદષ્ટિની સઝાય
સમજદાર આત્મા હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિ કરવાની ભાવનાવાળો પણ ન હોય-એ બનવાજોગ નથી.
પોતાના જીવનની અપેક્ષાએ સમગ્ર ત્યાગમય જીવન જીવનારા યોગીજનો પ્રત્યે મિત્રાદષ્ટિવાળા આત્માને અહોભાવ જાગે છે-એ કારણે યોગીજનોને, ભક્તિપૂર્વક ઔષધ, વસ્ત્ર, પાત્ર, આહાર અને વસતિ વગેરેનું દાન આ દષ્ટિમાં થાય છે. તેમ જ દીનાદિ ઉપરની કરુણાના કારણે તેમને પણ પોતાની અનુકૂળતા મુજબ અહીં ઔષધાદિનું દાન અપાય છે.
મિત્રાદષ્ટિવાળા જીવને તૃણના અગ્નિ જેવો જે બોધ મળ્યો છે, એની અપેક્ષાએ પોતાના ગુર્વાદિયોગીજનોનો બોધ ખૂબ જ ઉત્કટકોટિનો છે-એની સાધકને પ્રતીતિ થાય છે. આગમથી ગ્રાહ્ય અતીન્દ્રિય પદાર્થોના અગાધજ્ઞાનના પ્રવાહના મૂળ સ્રોત તરીકે આગમને જાણવાથી આ દષ્ટિમાં સાધકને આગમને આશ્રયીને આદર જન્મે છે. તેથી તે આગમના લેખન વગેરે કાર્ય દ્વારા આગમનું બહુમાન કરે છે.
યોગીજનના સતત સંપર્કથી યોગીજનોનું આગમ પ્રત્યેનું બહુમાન, તેનાથી તેઓશ્રીને પ્રાપ્ત થયેલ અગાધ જ્ઞાન વગેરેની જીવને પ્રતીતિ થયા પછી; તેને પણ એવા જ્ઞાનના પ્રવાહમાં મગ્ન થવાની ઈચ્છા થાય છે-તેની પૂર્ણતા માટે આ દષ્ટિવાળા જીવો પોતાને સમજાય કે ન સમજાય; તોપણ આગમનાં લેખન વગેરે કાર્યમાં પ્રવર્તે છે. છેલ્લા
નવમી ગાથામાં જે લિખનાદિક..' આ પદ , તેમાં ‘આદિ પદથી જે અર્થનું ગ્રહણ થાય છે તે અર્થ દશમી ગાથાથી વર્ણવાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org