________________
યોગદૃષ્ટિ-એક પરિશીલન
સુખમય જણાતો પણ આ સંસાર અસાર છે-એ જાણ્યા પછી તેની પ્રત્યે ઉદ્વેગ ન થાય-એ બને નહિ. ॥૮॥
જય માં ર
૧૫
આ રીતે મિત્રાદષ્ટિમાં ઉપર જણાવેલાં ત્રણ યોગબીજથી અતિરિક્ત જે યોગબીજની પ્રાપ્તિ થાય છે-તે યોગનાં બીજો નવમી ગાથાથી વર્ણવ્યાં છે
દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધપ્રમુખને દાને રે, આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે, વીર જિજ્ઞેસર દેશના IIII
દ્રવ્યથી અભિગ્રહ-નિયમ પાળવા, ઔષધ, વસ્ત્ર, પાત્ર અથવા વસતિ પ્રમુખનું યથોચિતપણે ગુરુભગવંતાદિને દાન કરવું; આગમમાં આદર રાખવો અને આગમનું લેખન વગેરે કાર્ય કરવું-આ પ્રમાણેના યોગનાં બીજો અહીં પ્રથમદષ્ટિમાં પ્રાપ્ત થાય છે.
Jain Education International
મિત્રાદષ્ટિમાં સામાન્ય બોધ હોવા છતાં તેવા પ્રકારના વિરતિના પરિણામનો અભાવ હોવાથી અહીં આહારાદિસંબંધી અભિગ્રહ અર્થાત ત્યાગસંબંધી નિયમો દ્રવ્યથી પાળવાનું બને છે. કાલાંતરે આ અભિગ્રહો ભાવાભિગ્રહનું કારણ બને છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. જેમ જેમ સમજણ વધતી જાય તેમ તેમ જીવને અનાદિકાલીન ભવભ્રમણનો ખ્યાલ આવતો જાય છે. એ ખ્યાલ આપનારા આચાર્યભગવંતાદિ પરમતારક ગુરુદેવનું જ્ઞાન અને ત્યાગમય જીવન-આ બેનો પરમસંવાદ નિયમિત રીતે જોવાથી સાધકને પણ પોતાની શક્તિ અનુસાર ત્યાગની ભાવના જાગે છે. તેથી એ અહીં પોતાની સમજણ મુજબ યોગી ગુરુદેવશ્રીના માર્ગદર્શન પ્રમાણે અભિગ્રહનું દ્રવ્યથી પાલન કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org