________________
૧૪
મિત્રાદષ્ટિની સઝાય
થવા છતાં યોગનાં બીજની પ્રાપ્તિ થાય છે, જેનું પરિણામે “યોગી ફળ છે. શ્રી જિનેશ્વરદેવને શુદ્ધ અર્થાદ્ ઈહલોક કે પરલોકાદિની આશંસારહિતપણે પ્રણામ કરવો, ભાવ-ગુણસંપન્ન આચાર્યભગવંતની સેવા કરવી અને ભવના ઉદ્વેગનું ભાજન બનવું-એ સ્વરૂપ યોગનાં બીજ અહીં પ્રથમ દષ્ટિમાં પ્રાપ્ત થાય છે-એમ શ્રી વીરપરમાત્માએ ફરમાવ્યું છે. સદ્ગુરુભગવંતના પરમપવિત્ર સમાગમથી મિત્રાદષ્ટિના સાધકને સમજાય છે કે દેવ તો રાગ, દ્વેષ અને મોહથી સર્વથા રહિત જ હોય. રાગી, દ્વેષી કે અજ્ઞાની ગમે તેટલો ઉપકાર કરતા હોય તોપણ તેઓ દેવ નથી. શ્રી તીર્થંકરપરમાત્માની સાચી ઓળખ સામાન્યથી જ હોવાથી શ્રી તીર્થંકર પરમાત્મા જ એક દેવ છે, બાકીના બધા દેવ નથીઆવું જ્ઞાન અહીં હોતું નથી. વિશિષ્ટ ક્ષયોપશમ અહીં ન હોવા છતાં રાગ, દ્વેષ અને મોથી સર્વથા રહિત જ દેવ હોય છે અને તેઓશ્રીને પ્રણામ પણ રાગાદિ ત્રણના સર્વથા ક્ષય માટે કરવાનો છે-આવા જ્ઞાનના પ્રભાવે શ્રી જિનવરને(પછી જે હોય તેને) શુદ્ધ ભાવે પ્રણામ કરવાનું સદ્ભાગ્ય અહીં પ્રાપ્ત થાય છે. દેવની જેમ જ ગુણસંપન્ન ભાવાચાર્યભગવંતની સેવા કરવાનો શુભ અવસર પણ અહીં પ્રાપ્ત થાય છે. યોગીજનના પુણ્યપરિચયથી તે સમજે છે કે પરમાર્થતત્ત્વની શ્રદ્ધાથી સંપન્ન અને સન્માર્ગસ્વરૂપ મોક્ષમાર્ગના પ્રરૂપક જ એકમાત્ર આચાર્યભગવંત છે. એકમાત્ર સાધકના હિતને અનુલક્ષીને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર-આ પાંચનો નિરીક્ષણે ઉપદેશ આપનારા પૂજ્યપાદ ભાવાચાર્યભગવંતની પરમતારક સેવામાં જ આત્મકલ્યાણને જોનારા મિત્રાદષ્ટિવાળા જીવોને તેઓશ્રીના પરમતારક વચનશ્રવણાદિથી ભવનો ઉદ્વેગ થાય છે. પુણ્યના યોગે ગમે તેટલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org