________________
યોગદષ્ટિ-એક પરિશીલન
પ્રવૃત્તિમાં આનંદ નહિ આવે. કારણ કે એ દ્વેષ શુભ પ્રવૃત્તિ વખતે પણ મનમાં સંક્લેશ પેદા કરે છે. આપણે કરવું હોય એક અને બીજા કરવાનું કહે બીજું, ત્યારે જો દ્વેષ થઈ જાય તો સતત એ વિચાર આવ્યા કરે કે આપણને આ લોકો સારું કામ પણ કરવા દેતા નથી. જ્યારે જોઈએ ત્યારે તેઓનું જ કામ કરવાનું.'-આ વિચારમાં ને વિચારમાં શુભ પ્રવૃત્તિમાં આનંદ રહેતો નથી અને તદિતર પ્રવૃત્તિમાં દ્વેષ હોવાથી તેમાં પણ ભલીવાર હોતો નથી. આવા વખતે અનુકૂળતા મુજબ ઈતર પ્રવૃત્તિ કરી લઈએ અને પછી શુભ પ્રવૃત્તિ કરીએ તો પરમ આનંદનું કારણ બની જાય. અહીં કહેવાનો આશય એટલો જ છે કે ઈતર પ્રવૃત્તિ દ્વેષના કારણે ટાળવાની જરૂર નથી અને ખૂબ જ રસપૂર્વક તે કરવાની પણ જરૂર નથી. અહીં એ યાદ રાખવું જોઈએ કે પ્રથમ દષ્ટિની આ અવસ્થાવિશેષ છે. આવી ઉત્તમ અવસ્થાથી શોભતા પ્રથમ દષ્ટિવાળા લઘુશ્મ આત્માઓ હોય છે. શા.
પ્રથમ દષ્ટિમાં, તે યોગની દષ્ટિ હોવા છતાં અહીં તાત્વિક યોગની પ્રાપ્તિ નથી. પરંતુ યોગના કારણભૂત યોગની જ અહીં પ્રામિ છે. તાત્ત્વિક્યોગ નિયમે કરીને છઠ્ઠી ગુણઠાણેથી હોય છે. તેથી અહીં યોગના બીજની જ પ્રાપ્તિ થાય છે-આ વસ્તુને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રીએ આઠમી ગાથા ફરમાવી છે
યોગનાં બીજ ઈહાં લહે, જિનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચારજ સેવના, ભવ-ઉદ્વેગ સુકામો રે,
વીર જિસેસર દેશના ઉપર જણાવ્યા મુજબ પ્રથમ દષ્ટિમાં યોગની તાત્ત્વિક પ્રાપ્તિ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org