________________
યોગદષ્ટિ-એક પરિશીલન
-
૨૧
પક્ષીને ચંદ્રની સાથે પ્રીતિ પ્રસિદ્ધ છે તેમ જ ભમરાઓ માલતીપુષ્પમાં આસક્ત હોય છે, એ પણ પ્રસિદ્ધ છે. આવી જ રીતે આ પ્રથમ દષ્ટિમાં સાધક લઘુર્મી આત્માને પણ ધર્મ પ્રત્યેનો સ્નેહ સહજપણે હોય છે. એ ઉત્કટ ઈચ્છા સ્વરૂપ ગુણના કારણે તેને યોગની પ્રાપ્તિના ઉત્તમ નિમિત્તના સંયોગો સ્વાભાવિક જ મળ્યા કરે છે. ૧૩
આ પ્રમાણે જે અવંચક્યોગના પ્રભાવે આ દષ્ટિમાં સહજપણે ધર્મનો સ્નેહ પ્રાપ્ત થાય છે, તે અવંચક્યોગની પ્રાપ્તિ ક્યારે થાય છે-એ જણાવવા સાથે; છઠ્ઠા ગુણઠાણે સાધુભગવંતોને પણ યોગનાં બીજો ઉપલબ્ધ હોવાથી આ દષ્ટિવાળાનાં તેમ જ સાધુભગવંતોનાં એ બીજમાં જે ફરક છે, તે ચૌદમી ગાથામાં જણાવ્યો છે
એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવત્તે રે, સાધુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે રે,
વીર જિણેસર દેશના ૧૪ ધર્મના સ્નેહની પ્રાપ્તિમાં કારણભૂત અવંચક્યોગની પ્રાપ્તિ જીવને ચરમાવર્તમાં જ થાય છે. અનંતી ઉત્સર્પિણીઓ અને અનંતી અવસર્પિણીઓનો એક પુલપરાવર્ત કાળ થાય છે. આ સંસારમાં આપણું અસ્તિત્વ અનાદિકાલીન છે. વીતેલા અનંતાનંત કાળમાં આજ સુધી અનંતા પુદગલપરાવર્તો આપણે વિતાવ્યા છે. હજી પણ આ સંસારમાં એવા અનંતાનંત જીવો છે કે જેઓ અનંતા પુલપરાવર્તો વિતાવવાના છે. એ જીવોની અપેક્ષાએ એવા બહુ ઓછા જીવો છે કે જેઓ એક પુલપરાવર્તકાળથી અધિક કાળ આ સંસારમાં રહેવાના નથી, તે જીવોને ચરમાવર્તવત્ત કહેવાય છે. અવંચક્યોગની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org