________________
મિત્રાદષ્ટિની સઝાય
આવા જ જીવોને થાય છે. ચરમાવર્તવર્તી એવા બધા જ જીવોને અવંચક્યોગ પ્રાપ્ત થાય જ છે, એવું કહેવાય નહિ. પરંતુ અવંચક્યોગને પામેલા જીવો ચોક્કસ ચરમાવર્તવર્તી હોય છે. અચરમાવર્તવર્તી એટલે કે એક પુલપરાવર્તકાળથી અધિક કાળ જેઓને સંસારમાં રહેવાનું છે-એવા જીવોને કોઈ પણ સંયોગોમાં અવંચક્યોગની પ્રાપ્તિ થતી નથી.
મિત્રાદષ્ટિવાળા ભવ્યાત્માઓને અવંચક્યોગના પ્રભાવે જે યોગનાં બીજો પ્રાપ્ત થાય છે-એવાં બીજો સાધુભગવંતોમાં પણ ઉપલબ્ધ છે પરંતુ તે બીજો, સિદ્ધાવસ્થાપન્ન અર્થાત્ પોતાનું કાર્ય કરી ચૂકેલાં જેવાં હોય છે. વસ્ત્ર જેમાંથી ઉત્પન્ન થવાનું છે તે તન્દુઓ અને જેનાથી વસ્ત્ર થયું છે તે વસ્ત્રસંબદ્ધ(પરિણત) તંતુઓમાં જે ફરક છે એવો જ ફરક મિત્રાદષ્ટિમાંનાં યોગબીજોમાં અને સાધુભગવંતોનાં યોગબીજોમાં છે.
અહીં એ યાદ રાખવું જોઈએ કે યોગદષ્ટિમાં પૂર્વે જણાવ્યા મુજબ અધ્યવસાય જ પ્રધાન છે. બાહ્ય દેખાતી એકલી ક્રિયાની અહીં કોઈ જ વિચારણા કરાઈ નથી. માટે જ ઉપર જણાવેલાં યોગનાં બીજો પણ તે તે બીજના આત્માના અધ્યવસાય સ્વરૂપ જ વિવક્ષિત છે. માત્ર દેખાવનાં લેખનાદિ બીજો એ યોગનાં બીજ નથી. અધ્યવસાયપૂર્વકની ક્રિયા કે અધ્યવસાયને અનુકૂળ ક્રિયાની ઉપેક્ષણીયતાની આ વાત નથી. પરંતુ આ બંને ક્યિાથી તદ્દન જુદી દેખાવની ક્રિયાની આ વાત છે. આ વસ્તુને ખ્યાલમાં રાખવાથી સમજાશે કે અહીં ચૌદમી ગાથામાં વપરાયેલું 'બીજનું ચિત્ત પ્રવર્તે રે’ આ પદ ઉપર જણાવેલા અર્થને જણાવનારું છે. અધ્યવસાય ચિત્ત પરિણામ અને ભાવ આ બધા શબ્દો એક અપેક્ષાએ સમાન અર્થને જણાવનારા છે. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org