________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૬૫
પણ સારી ગણાતી પ્રવૃત્તિમાં મૂર્ખ જીવોને અધિકાર નથી હોતો. સારી પ્રવૃત્તિ માટેની યોગ્યતા પ્રાપ્ત કરવા મૂર્ખતાનો ત્યાગ કરવો જોઈએઆટલું પણ જ્ઞાન ભવાભિનંદી જીવોને હોતું નથી. મૂર્ખ લોકો સંસારમાં પણ ખૂબ જ વિટંબણા પામતા હોય છે. અર્થ અને કામમાં જેમ મૂર્ખતાના કારણે હાનિ પહોચે છે તેમ ધર્મની સાધનામાં પણ મૂર્ખતા એ એક ખૂબ જ પ્રબળ વિધ્યું છે. જે માર્ગે આપણને ઈદની પ્રાપ્તિ થવાની છે તે માર્ગ જ આપણે જાણી ન શકીએ-એના કરતાં બીજી કઈ વિટંબણા છે ? માર્ગદર્શકોની માર્ગદર્શિતાને પણ અકિંચિGર બનાવનારી આ મૂર્ખતા ભવાભિનંદી જીવોનું મોટું અપલક્ષણ છે.
ઉપર જણાવ્યા મુજબના ભવાભિનંદી જીવોને અવેદ્યસંવેદ્ય પદ હોય છે-તેને જીતવાના એટલે કે દૂર કરવાના ઉપાયનું નિરૂપણ કરતાં ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કેએવા અવગુણવંતનું છે, ૫દ છે અવેર કઠોર, સાધુસંગ આગમ તણોજી, તે છતે ધરી જોર, મનાવવા
આશય એ છે કે ઉપર જણાવેલા ક્ષુદ્રતાદિ દોષવાળા ભવાભિનંદી જીવો અવગુણની ખાણ છે. એવા અવગુણી જીવોને કઠોર એવું અવેદ્યવેદ્યપદ હોય છે; તે આગમના સુંદર સંગ-સંબંધથી પ્રયત્નપૂર્વક જીતી શકાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે આગમનો સાધુસંગસત્સંગ અવેદ્યસંવેદ્યપદને દૂર કરે છે એમ જણાવ્યું છે. યોગદષ્ટિસમુચ્ચયમાં સ મયોન-સત્સંગ અને આગમના યોગથી અવેદ્યસંવેદ્યપદ જેય છે અને એમાં પણ સાધુસંગ-સત્સંગ જ મુખ્ય છે, એમ જણાવ્યું છે. યોગદષ્ટિસમુચ્ચયમાં વર્ણવ્યા મુજબનો અર્થ અહીં પણ પ્રતીત થાય છે. આગમનો સત્સંગ, માત્ર આગમના વાંચનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org