________________
દીપ્રાદષ્ટિની સઝાય
થતો નથી. પૂ. ગીતાર્થ ગુરુભગવંતોની પાસે જ એના શ્રવણથી આગમનો સત્સંગ થાય છે. પૂ. ગીતાર્થ ગુરુભગવંતોની પાસે માત્ર આગમના જ્ઞાન માટે જવાનું છે. આગમનું જ્ઞાન; આગમના વાંચનથી નહિ પરંતુ પૂ. ગુરુભગવંતની પાસે વિનયાદિપૂર્વક સાંભળીને મેળવવું જોઈએ અને પૂ. ગુરુભગવંતનો સંગ એ જ એકમાત્ર પ્રયોજનથી કરવો જોઈએ. બીજા કોઈ પણ ઈરાદે કરાયેલ એ સંગ સત્સંગ નથી. તેથી આગમના સાધુસંગથી એટલે કે પૂ. ગીતાર્થ ગુરુભગવંતોની પાસે વિનયાદિપૂર્વક આગમના શ્રવણથી, અવેધસંવેદ્યપદ જિતાય છે. અર્થાત્ ઉપર જણાવ્યા મુજબના પૂ. સાધુભગવંતોના સંગથી અને આગમના યોગથી અવેદ્યસંવેદ્યપદ જિતાય છે-એ સ્પષ્ટ છે.
મિથ્યાત્વમૂલક અવેદ્યસંવેદ્યપદને જીતવા માટે સૂચવેલા એ બે ઉપાયોમાં સત્સંગ-સાધુસંગની પ્રધાનતા છે. યોગમાર્ગમાં જ નહિ, દુનિયાની કોઈ પણ સિદ્ધિમાં પ્રધાનતા સાધુસંગની છે. યોગમાર્ગમાં એ સાધુસંગની પ્રધાનતા નહિ સમજનારા ખરી રીતે તો યોગમાર્ગના અધિકારી નથી. પૂ. ગુરુભગવંતની સાપેક્ષતા જ જીવને પરપદાર્થમાં નિરપેક્ષ બનાવે છે. આ રીતે પ્રાપ્ત થયેલી નિરપેક્ષતા અવેદ્યસંવેદ્યપદને દૂર કરે છે. આ દશમી ગાથાનો પરમાર્થ છે.
અવેદ્યસંવેદ્યપદને જીતવાથી પ્રગટ થનાર ચિહ્ન-લક્ષણને જણાવવા અગિયારમી ગાથામાં ફરમાવ્યું છે કેતે છત્યે સહેજે ટગેજી, વિષમ કુતર્ક પ્રચાર, દૂર નિકટ હાથી હણેજી, જિમ એ બઠરવિચાર, મનના ૧૧ - અવેધસંવેદ્યપદ જિતાયા પછી સ્વાભાવિક જ વિષમ એવા કુતર્કના પ્રચારની નિવૃત્તિ થાય છે. પ્રમાણપ્રસિદ્ધ વાતને સમજવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org