________________
६४
દીપ્રાદષ્ટિની સક્ઝાય
આ ભયસંજ્ઞા અનાદિકાળની છે. વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી એકેન્દ્રિયાદિ અવસ્થામાં એ સુષુપ્ત હોય છે. સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં વિશિષ્ટ જ્ઞાન હોવાથી ભયસંજ્ઞા સ્પષ્ટપણે અનુભવાય છે. સરુભગવંતોના પુણ્ય પરીચયે સંસારની નિર્ગુણતાદિનું ભાન થવાથી અનાદિકાળની એ ભયસંજ્ઞા ધીરે ધીરે દૂર થાય છે. ભવાભિનંદી જીવોને માત્ર, એ ભયસંજ્ઞા ખૂબ જ તીવ્ર હોય છે.
આવી ભયભીત અવસ્થાના કારણે ભવાભિનંદી જીવોની પ્રવૃત્તિ એક જ જાતની હોય છે. સદાને માટે પોતાને પુણ્યથી મળેલાં સુખનો વિયોગ થાય નહિ અને દુઃખ કોઈ પણ દિવસ આવે નહિ-એ માટે જ તેઓનો પ્રયત્ન હોય છે. આવો ઉત્કટ કોટિનો પ્રયત્ન કરવા છતાં સુખ જતું રહે છે અને દુઃખ આવ્યા વિના રહેતું નથી, આવો અનુભવ લગભગ દરરોજ થતો હોવા છતાં તેઓ પોતાની પ્રવૃત્તિનો ત્યાગ કરી શક્તા નથી. બલ્ક નકામી(નિષ્ફળ) પ્રવૃત્તિ દિન-પ્રતિદિન વધાર્યો જ જતા હોય છે. આને જ અનંતજ્ઞાનીઓએ ભવાભિનંદી જીવોના લક્ષણ તરીકે નિષ્ફળ આરંભ રૂપે વર્ણવી છે. આ રીતે નિષ્ફળ પ્રવૃત્તિના કારણે મનવચનકાયાની સુંદર શક્તિ વેડફાઈ જાય છે. પરમતારક ગુરુભગવંતોની ધર્મદેશના સાંભળ્યા પછી પણ નિષ્ફળ પ્રવૃત્તિમાં ફેર પડતો નથી. એમાં મુખ્ય કારણ અતત્વમાં તત્ત્વનો અભિનિવેશ(કદાગ્રહ) છે. આ અભિનિવેશના કારણે જ ભવાભિનંદી જીવોની નિષ્ફળ પ્રવૃત્તિ જીવતી હોય છે. સમર્થ જ્ઞાનીઓ પણ અભિનિવેશી જીવોને સમજાવી શકતા નથી.
ભવાભિનંદી જીવો આ રીતે નિષ્ફળ પ્રવૃત્તિમાં જ લીન હોવાથી તેઓ કોઈ પણ ગુણને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વ ગુણોમાં શ્રેષ્ઠ ગુણ જ્ઞાન છે. એના અભાવે આ જીવો અજ્ઞ એટલે કે મૂર્ખ હોય છે. કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org