________________
યોગદષ્ટિ-એક પરિશીલન
નથી. એટલે બીજાની સારી અવસ્થા જોઈ શકે એટલી પણ સારી અવસ્થા જીવમાં રહેતી નથી. આ અવસ્થાને અનંતજ્ઞાનીઓએ માત્સર્ય તરીકે વર્ણવી છે. પરના કલ્યાણમાં(શુભમાં) સર્વદા દુઃખી થવા સ્વરૂપ આ માત્સર્ય ભવાભિનંદી જીવોનું લક્ષણ છે. મુમુક્ષુ આત્માઓ તો બીજાના કલ્યાણને જોઈને આનંદ પામતા હોય છે. બીજાના કલ્યાણમાં તેમને ઈર્ષ્યા થતી નથી. આવા વખતે તેમને દુઃખ, માત્ર પોતાના અકલ્યાણનું હોય છે. સિદ્ધિના અર્થીઓને પોતાને સિદ્ધિ ન મળે તો દુઃખ થાય પરંતુ બીજાને સિદ્ધિ મળવાથી દુઃખ ન થાય-એ સમજી શકાય છે. ભવાભિનંદી જીવોની કરુણતા જ એ છે કે એ લોકો પરસુખે દુઃખી છે; દેખાવ માત્ર સ્વદુઃખે દુઃખી થવાનો કરતા હોય છે. આ ખૂબ જ વિચિત્ર અવસ્થા છે. પોતાને ગુણની પ્રામિ ન થવાથી દુઃખ થાય તો જીવ ગુણ મેળવવા માટે પ્રયત્ન કરે અને બીજાને ગુણ મળવાથી દુઃખ થાય તો જીવ બીજાના ગુણનો નાશ થાય એ માટે પ્રયત્નશીલ બને છે, જેથી ભવાંતરમાં પણ ગુણની પ્રાપ્તિ ન થાય એવી અવસ્થાને જીવ પ્રાપ્ત કરે છે. આ રીતે માત્સર્ય સમગ્ર ગુણોની યોગ્યતાનો નાશ કરનારું બને છે.
ભવાભિનંદી જીવો ઉપર જણાવ્યા મુજબ માત્સર્ય વગેરે દોષોથી યુક્ત હોવાથી પોતાના એ દોષના કારણે જ તેઓ હંમેશાં ભયવાળા હોય છે. વિષયકષાયની તીવ્ર પરિણતિના કારણે સંદેવ તેઓ “મને મળેલાં સુખનાં સાધનો જશે તો નહિ ને ? અને દુ:ખનાં નિમિત્તો આવશે તો નહિ ને ?' આવા વિચારમાંને વિચારમાં ભયભીત હોય છે. સુખ જતું કરવાની અને દુઃખ વેઠી લેવાની સહેજ પણ વૃત્તિ ન હોવાથી જીવને ભય પેદા થાય છે. સુખની અપેક્ષા ન હોય અને દુઃખ આવે તો ભોગવી લેવાની વૃત્તિ હોય તો ભય ઉત્પન્ન થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org