________________
દીપ્રાદષ્ટિની સક્ઝાય
કોઈની પણ મુક્તિ નથી-એ સમજવા જેટલી પણ બુદ્ધિ આ દીનતાના કારણે જીવમાં હોતી નથી. યોગમાર્ગની સાધનાના અથઓએ ગમે તે રીતે દીનતાનો ત્યાગ કરવા સાત્વિક્તા કેળવી લેવી જોઈએ.
શઠતાને માયા કહેવાય છે. ભવાભિનંદી જીવો શઠ એટલે લુચ્ચા હોય છે. પોતાનું ઈષ્ટ સાધવા માટે ગમે તે વ્યક્તિને ગમે તે સમજાવી પોતાનું ધાર્યું કરાવી લેવાની વૃત્તિ-એ એક જાતની માયા-શઠતા છે. મોક્ષમાર્ગની સાધનામાં તત્પર થયેલા જીવો ખરેખર જ સરળદયવાળા હોય છે. એવી સરળતા ભવાભિનંદી જીવોમાં હોતી નથી. માયાવી માણસોનો કોઈ વિશ્વાસ કરતું નથી. યોગમાર્ગની સાધના માટે સૌથી મુખ્ય ગુણ તરીકે ગુરુ પ્રત્યેનો સમર્પણભાવ છે. એ ગુણની પ્રાપ્તિમાં અવરોધ ઊભો કરનારી માયા છે. ભવ પ્રત્યે જેને બહુમાન હોય એવા જીવો માયાનું સેવન કરે-એ બનવાજોગ છે. પરંતુ રત્નત્રયીની સાધના માટે સંસારનો ત્યાગ કરી ગુરુસમર્પણભાવ રાખવાની પ્રતિજ્ઞા કરનારા મુમુક્ષુ આત્માઓ કઈ રીતે માયા સેવી શકે ? સમર્થજ્ઞાનીઓના જ્ઞાનને પણ દૂર કરી અવિદ્યાને જન્મ આપનારી આ માયા છે. માયાના કારણે કુટિલતામાં નિપુણ બની બગલાની જેમ બાહ્યાચરણને શુદ્ધ રીતે પાળી સમસ્ત જગતને ઠગનારા ખરેખર તો પોતાની જાતને ઠગે છે.
ઉપર જણાવ્યા મુજબ મોટાભાગે પોતે સારા દેખાવાની મનોવૃત્તિના કારણે માયાને સેવવી પડે છે. એવી મનોદશા ન હોય તો જીવને માયાનો ખપ જ ન પડે. આપણે પોતે ગમે તેવા દોષવાળા હોઈએ તોપણ બીજાની નજરે દુષ્ટ ન દેખાઈએ-આવી વૃત્તિ દઢ બને તો જીવને દુનિયામાં મારા કરતાં કોઈ સારો ન દેખાવો જોઈએ એવી ઈચ્છા જાગે છે પરંતુ એ ઈચ્છા માત્રથી કોઈ સારા દેખાય નહિ-એવું બનતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org