SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ-એક પરિશીલન સાધનાની પરાકાષ્ઠાએ પહોંચવા આવેલા સાધકને આ લોભ સાધનામાર્ગથી દૂર રાખે છે. કૃપણતાસ્વરૂપ દોષનું વર્ણન યોગદષ્ટિસમુચ્ચયની ટીકામાં શુદ્ધતારૂપે કર્યું છે. તુચ્છ સ્વભાવ સ્વરૂપ ક્ષુદ્રતા છે. કોઈની પણ ગમે તે જાતની ભૂલને જતી ન કરવાની વૃત્તિ છવની તુચ્છતાને જણાવે છે. વર્તમાનમાં ગમે તે કારણે આવી તુચ્છતા સારા ગણાતા સાધકોમાં વિશેષપણે જોવા મળતી હોય છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે જેમની ગણતરી થતી હોય એવા આત્માઓમાં પણ જ્યારે આવી કૃપણતા દેખાય ત્યારે ખરેખર જ સાધનામાર્ગની પ્રાપ્તિ માટે કેટલો પુરુષાર્થ જોઈએ તે સમજાય છે. ઉચ્ચ કુળોમાં જેમ સ્વભાવથી જ તુચ્છતા હોતી નથી, તેમ લોકોત્તરમાર્ગના આરાધકોમાં પણ સ્વભાવથી જ તુચ્છતા હોતી નથી. ભવાભિનંદી જીવોમાં જ એવી તુચ્છતાસ્વરૂપ કૃપણતા હોય છે. આવી તુચ્છતાના કારણે જ યોગમાર્ગની સાધનાના અર્થીઓને પણ ક્રિયાનું અજીર્ણ થતું હોય છે. બીજાના દોષોની ઉપેક્ષા કરતાં આવડે તો તુચ્છતાસ્વરૂપ કૃપણતા દૂર થાય છે. ભવાભિનંદી જીવોનો ત્રીજો દોષ દીનતા છે. આ દોષથી ભરેલા ભવાભિનંદી જીવો કાયમ માટે અકલ્યાણને જોનારા હોય છે. પોતાની જાત ઉપર દુનિયાનું બધું દુઃખ આવી પડ્યું ન હોય-એ રીતે સર્વત્ર દીનતાપૂર્વક તેઓ જીવતા હોય છે. દુઃખ વેઠવાની સહેજ પણ ભાવના ન હોય એટલે આવી દીનતા આવી જ જાય. પોતે જ કરેલા પાપના ઉદયથી આવેલા દુઃખને સહેજ પણ સહન કરવાની મનોદશાનો અભાવ-આ એક મોટું અપલક્ષણ છે. આથી સર્વત્ર દીનતાપૂર્વક જીવવું પડે છે. આવેલું દુઃખ આજે નહિ તો કાલે ગમે ત્યારે જતું જ રહેવાનું છે. દુઃખ ચિરસ્થાયી નથી-એવું સમજીને સમતાપૂર્વક દુઃખ વેઠવા માંડીએ તો દીનતા ન આવે. દુ:ખ વેઠ્યા વિના Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy