________________
૬૦
દીપ્રાદષ્ટિની સજ્ઝાય
અભેદ્ય હોય છે. IIા
લોભી કૃપણ દયામણોજી, માયી મચ્છર ઠાણ, ભવાભિનંદી ભયભૌંજી, અલઆરંભ અયાણ, મનગાલા
અવેદ્યસંવેદ્યપદવાળા ભવાભિનંદી જીવોનું સ્વરૂપ વર્ણવતાં નવમી ગાથામાં જણાવ્યું છે કે-લોભી, કૃપણ વગેરે જીવો ભવાભિનંદી હોય છે. લોભ, કૃપણતા, દીનતા, માયા, માત્સર્ય, ભય, નિષ્ફલ આરંભ અને મૂર્ખતા આ આઠ દોષો ભવાભિનંદી જીવના છે.
માંગવાના સ્વભાવવાળા જીવોને અહીં લોભી જણાવ્યા છે. કોઈની પણ પાસે કોઈ પણ અનુકૂળ વસ્તુ જોઈ એટલે તુરત જ તેની પાસે તેની યાચના કરવી એ લોભ છે. અન્ય ગ્રંથમાં લાભમાં રતિને લોભ તરીકે વર્ણવી છે. પોતાને કોઈ પણ ગમતી વસ્તુ મળે એટલે રતિ થાય-એ લોભનું લક્ષણ છે. સંસારમાં અનાદિકાળના વિષયસંપર્કથી વિષયની ઈચ્છા થાય એ સમજી શકાય છે. પરંતુ એ કોઈ ના આપે તો તે માંગ્યા વિના ન રહેવું-એ લોભ છે, જે મુમુક્ષુ આત્માઓ માટે યોગ્ય નથી. આ સંસારમાં આપણી ઈચ્છાઓનો કોઈ પાર નથી. એવી ઈચ્છાઓને જેમ બને તેમ દૂર કર્યા વિના ચાલે એવું નથી. એને દૂર કરવા વિષયોની અપેક્ષા જેટલી ઓછી રહે એટલું સારું છે. પરંતુ આવી સ્થિતિ લોભના કારણે જીવને પ્રાપ્ત થતી નથી. દુનિયાની નજરે પણ આવા લોભી માણસ સારા ગણાતા નથી. લોકોત્તરમાર્ગમાં પણ આવા લોકો ધર્મની આરાધના માટે યોગ્ય નથી ગણાતા. અનાદિકાળની વિષયની પરિણતિ ઘટાડવા માટે લોકોત્તરધર્મની આરાધના છે. ઉપર જણાવ્યા મુજબ જીવને લોભ વિદ્યમાન હોય તો તે આરાધના કરવા શક્તિમાન ન બને. દરેક પ્રકારના અનર્થનું મૂળ લોભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org