________________
યોગદૃષ્ટિ-એક પરિશીલન
આ રીતે વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ સમજાવ્યા બાદ અવેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ સમજાવતાં ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કે
૫૯
એહ થકી વિપરીત છેજી, પદ તે અવેધસંવેદ્ય, ભવાભિનંદી જીવનેજી, તે હોય વજ્ર અભેદ્ય, મનવાળા
વેદ્યસંવેદ્યપદના સ્વરૂપથી તદ્દન વિપરીત સ્વરૂપ અવેદ્યસંવેદ્યપદનું છે. અહીં સૂક્ષ્મબોધના અભાવે ગ્રંથિ ભેદાતી નથી, પાપાકરણનિયમ હોતો નથી અને સંસારના સુખદુઃખના વિષયમાં તીવ્ર રાગદ્વેષની પરિણતિનો અભાવ હોતો નથી. સંસારના દારુણ વિપાકોનો અનુભવ કર્યા પછી પણ સંસારની દારુણતા અહીં સમજાતી નથી. ભવાભિનંદી જીવોને આ અવેદ્યસંવેદ્યપદ હોય છે અને તે વજ્રજેવા કઠોર પરિણામવાળું–અભેદ્ય હોય છે. આઠમી ગાથાનો આ અક્ષરાર્થ છે.
વેદ્યસંવેદ્યપદની અપેક્ષાએ અવેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ તદ્દન વિલક્ષણ છે. મોક્ષ કે મોક્ષના સાધનની કલ્યાણકારિતાનો કોઈ પણ જાતનો પૂર્વે અનુભવ નહિ હોવા છતાં વેદ્યસંવેદ્યપદમાં તે કલ્યાણકારિતા ખૂબ જ દૃઢપણે સમજાય છે. પરંતુ અનાદિકાળથી સંસારની દુ:ખમયતાનો સારી રીતે અનુભવ કરવા છતાં અવેદ્યસંવેદ્યપદમાં તેની શ્રદ્ધા થતી નથી. આ વિચિત્રતાનું વાસ્તવિક કારણ સંસારના સુખની તીવ્ર આસક્તિ છે. અનુભવને પણ નિરર્થક બનાવવાનું કાર્ય આ આસક્તિ કરે છે અને આસક્તિનો અભાવ; અનુભવ નહિ હોવા છતાં અપરિચિતમાં પણ શ્રદ્ધા પ્રાપ્ત કરાવે છે. આવી આસક્તિ ભવાભિનંદી જીવોનું લક્ષણ છે. સંસારમાં જ આનંદ પામવાના સ્વભાવવાળા જીવોને ભવાભિનંદી કહેવાય છે. આવા જીવોનું અવેદ્યસંવેદ્યપદ ખૂબ જ કઠોર હોય છે. વજ્રજેવું ભેદી ન શકાય એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org