________________
દીપ્રાદષ્ટિની સઝાય
આવ્યો છે, એ આત્મા જીવનમાં પાપ કરવાનો ક્યારે પણ વિચાર ન કરે-એ સમજી શકાય એવું છે. સંસારના સુખની આસક્તિ જ એટલી ખરાબ છે કે પાપના વિપાક અનુભવ્યા પછી ફરી પાછી એવી જ પાપની પ્રવૃત્તિ કરાવ્યા કરે છે. ગ્રંથિ ભેદાયા પછી જીવને સંસારના સુખની તેવી આસક્તિ હોતી નથી, જેથી જીવને બીજી વાર પાપની પ્રવૃત્તિ કરવાની જરૂર પડે. તપેલા લોઢા ઉપર પગ મૂકવાનો એક્વાર પ્રસંગ આવ્યા પછી બીજી વાર એવો પ્રસંગ શી રીતે આવવા દે? ગ્રંથિનો ભેદ થયા પછી જીવની યોગ્યતા જ એવી પ્રગટ થાય છે કે સહજપણે જ તેને પાપ કરવાનું મન થતું નથી. તેથી મિથ્યાત્વની ઉત્કૃષ્ટ-સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિનો બંધ જ થતો નથી. અંતર્મુહૂર્ત માટે પણ સ્પર્શેલા આ પરિણામની વિશેષતા સમજાય તો વેદ્યસંવેદ્યપદમાં પ્રાપ્ત થનારી આવી સિદ્ધિની મહત્તા સમજાશે. આ બધો પ્રભાવ ચોથી દષ્ટિના અંતે પ્રાપ્ત થનાર જ્ઞાનનો છે. અપ્રશસ્ત માર્ગમાં એકવાર વસ્તુનું સ્વરૂપ સમજાયા પછી તે વિષયના રાગ-દ્વેષની પરિણતિ તોડતાં વાર લાગતી નથી. જેના વિના ચાલશે નહિ એવું લાગતું હતું તેના બદલે તેનું દર્શન પણ ના જોઈએ અને જેનું દર્શન પણ ના જોઈએ એવું લાગતું હતું તેના બદલે હવે તેના વિના નહિ ચાલે એમ લાગ્યા કરે છે. આવી સ્થિતિ, અંશે પણ આપણને અનુભવવા મળી છે. તેનો વિચાર કરીએ તો સમજાશે કે ચોથી દષ્ટિના અંતે પ્રાપ્ત થનારા સૂક્ષ્મ બોધના અચિંત્ય સામર્થ્યથી સંસારની વાસ્તવિક દુઃખમયતા બરાબર સમજાય છે. અનાદિકાળથી સંસારના સુખ વગર ન ચાલે અને દુ:ખ તો કોઈ સંયોગોમાં ના જોઈએ-એવી જે પરિણતિ હતી તેના સ્થાને સુખ તો જોઈએ નહિ અને દુઃખ આવે તો ભલે આવતું એવી પરિણતિ ગ્રંથિભેદના કારણે પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org