SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ચોથી દીપ્રાદૃષ્ટિની સજ્ઝાય યોગદૃષ્ટિ ચોથી કહીજી, દીપ્રા તિહાં ન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથીજી, દીપપ્રભાસમ જ્ઞાન મનમોહન જિનજી ! મીઠી તાહરી વાણ ॥૧॥ યોગની પૂર્વભૂમિકામાંની ચાર દષ્ટિઓમાં આ દીપ્રાદષ્ટિ છેલ્લી છે. યોગની યોગ્યતા માટે આ દૃષ્ટિનું ઘણું મહત્ત્વ છે. યોગમાર્ગની પ્રાપ્તિ પૂર્વેની યોગ્યતાની પરિપૂર્ણતા સ્વરૂપ આ દૃષ્ટિમાં ઉત્થાન નામના દોષનો અભાવ થાય છે. યોગનાં આઠ અંગમાંના ચોથા અંગરૂપે પ્રાણાયામની ભાવથી પ્રાપ્તિ થાય છે. અર્થાત્ ભાવપ્રાણાયામની પ્રાપ્તિ થાય છે અને આ દષ્ટિનું સ્વરૂપ દીપપ્રભાતુલ્ય જ્ઞાનમય છે. યોગમાર્ગની સાધનામાં ખેદ, ઉદ્વેગ, ક્ષેપ અને ઉત્થાન વગેરે દોષો પ્રતિબંધક છે. આ પૂર્વેની ત્રણ દષ્ટિમાં ક્રમે કરીને ખેદ, ઉદ્વેગ અને ક્ષેપ દોષ દૂર કર્યા બાદ આ દૃષ્ટિમાં ઉત્થાન નામનો દોષ દૂર થાય છે. ગયેલા દોષો પાછા આવે ત્યારે ઉત્થાન દોષનો આવિર્ભાવ થાય છે. સાધકે એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે જે દોષોને આપણે દૂર કર્યા છે એ દોષો પાછા ન આવે. વર્તમાનસિદ્ધિને દૂર કરનાર આ ઉત્થાનદોષ છે. સ્થિરા વગેરે દૃષ્ટિની અપેક્ષાએ મિત્રાદિદષ્ટિમાં ગણનાપાત્ર સિદ્ધિ નહિ હોવા છતાં વીતેલા કાળનો વિચાર કરીએ તો સમજાશે કે મિત્રાદિ દૃષ્ટિમાં જીવે ખૂબ જ સુંદર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આવી સિદ્ધિને ગુમાવવાનું કોઈ પણ સાધકને પાલવે નહિ. ઉત્થાનદોષના કારણે આપણે એ સિદ્ધિને હારી જઈએ છીએ. યોગમાર્ગની સાધનામાં ખૂબ જ અપ્રમત્ત રહેવું જરૂરી છે. વર્તમાનમાં ધર્મી ગણાતા વર્ગમાં મોટા ભાગે આ દોષનું દર્શન થાય છે. ઉલ્લાસથી આરંભેલી સાધનામાં પણ Jain Education International ૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy