________________
બલાદષ્ટિની સજ્ઝાય
આશય સ્પષ્ટ છે કે આ દૃષ્ટિમાં તેવા પ્રકારનો કોઈ નિકાચિત કર્મનો ઉદ્ય ન હોય તો અનાચારનો ત્યાગ કરવાથી સાધકને ધર્મના હેતુભૂત યોગકથાશ્રવણાદિમાં કોઈ વિઘ્ન આવતું નથી. ભૂતકાળમાં કોઈને ધર્મમાં અંતરાય વગેરે કરવાના કારણે બંધાયેલા કર્મના ઉદયે જીવને ધર્મ કરવાનું મન હોવા છતાં અનેક વિઘ્નો આવતાં હોય છે. પરંતુ આ દૃષ્ટિમાં મોટાભાગે એવું બનતું નથી. કદાચ કોઈને એવું બને પણ ખરું, ન જ બને એવું નહિ. એ વસ્તુને અહીં ધ્યાનમાં રાખી ‘પ્રાયે’ આ પ્રમાણે લખ્યું છે. આ રીતે ધર્મના તે તે હેતુની, વિના વિઘ્ને સાધકને પ્રાપ્તિ થવાથી સુંદર કોટિનો યશ છે જેમાં એવા મહોદયની અર્થાત્ કલ્યાણના કારણની પ્રાપ્તિ થાય છે.
૪૪
Jain Education International
IT
For Private & Personal Use Only
www.jainelibrary.org