________________
યોગષ્ટિ-એક પરિશીલન
ઉત્કટ કોટિની શુશ્રૂષાપૂર્વક જ્યારે જ્યારે સાધક સદ્ગુરુદેવશ્રી પાસે યોગસ્થાનું શ્રવણ કરે છે ત્યારે ત્યારે તેનું મન રીઝે છે અને શરીર ઉલ્લાસ પામે છે. આથી શ્રવણની પ્રવૃત્તિ ઉત્તરોત્તર સરસ બને છે. તેથી પાછું મન આનંદ પામે છે અને શરીર રોમાંચિત બને છે. આ રીતે ઉત્તરોત્તર બોધ વધતો જાય છે. તેની સાથે મન અને શરીરનો આનંદ પણ વધતો જાય છે, જે બોધની સાથે એકરૂપ બને છે. અર્થાર્ જ્ઞાન અને આનંદમાં ભેદ નથી વર્તાતો. આ બધાના મૂળમાં ઉત્કટ કોટિની શુશ્રૂષા છે. એવી સાંભળવાની ઈચ્છા ન હોય તો એવા શ્રોતાઓને યોગકથાનું જે શ્રવણ કરાવવું તે બહેરા આગળ ગીત ગાવા જેવું છે. ગીત છે અને ગાનાર છે એટલે ગાવાનું-એવું નથી. પરંતુ શ્રોતાને સાચી સાંભળવાની ઈચ્છા હોય તો જ સંભળાવવું જોઈએ. સાંભળવાની ઈચ્છા ન હોય અથવા તો સાંભળી શકવાની લાયકાત ન હોય તો યોગકથા કરવાનો કોઈ જ અર્થ નથી. ધર્મોપદેશકોએ શ્રોતાઓની શુશ્રૂષાનો ખ્યાલ કરીને જ ધર્મોપદેશ આપવો જોઈએ. અન્યથા યોગ્યતાથી રહિત એવા શ્રોતાઓને ધર્મ સંભળાવવાથી વસ્તુત: ધર્મનું મૂલ્ય ઘટે છે. આ દૃષ્ટિમાં જ યોગકથાશ્રવણની વાસ્તવિક યોગ્યતા પ્રાપ્ત થાય છે. એવી યોગ્યતાથી સંપન્ન સાધક આત્મા યોગમાર્ગના જ્ઞાતા એવા સદ્ગુરુ ભગવંતની પાસે નિરંતર ધર્મશ્રવણની પ્રાપ્તિ થયા કરે એ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહે છે. તેથી શક્ય પ્રયત્ને તે અનાચારથી દૂર રહે છે, જેના યોગે સદ્ગુરુદેવશ્રીનો સંપર્ક સતત રહેવાથી સ્વયોગ્ય ધર્મની પ્રવૃત્તિમાં સાધકને વિઘ્ન નથી આવતું... ઈત્યાદિ આશયને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કેવિશ્વન ઈહાં પ્રાયે નહિ, ધર્મ - હેતુમાં અનાચારપરિહારથીજી સુયશ મહોદય હોય રે જિનજી ! ધન૦ III
કોય;
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only
૪૩