________________
બલાદષ્ટિની સઝાય
તોપણ તેથી બોધનો પ્રવાહ વહેતો નથી. વર્તમાનમાં વ્યાખ્યાનાદિના શ્રવણની પ્રવૃત્તિ મોટા ભાગે તેવા પ્રકારની શુશ્રુષાપૂર્વકની નથી. નિયમિત રીતે વ્યાખ્યાનાદિના શ્રવણની પ્રવૃત્તિ કરનારામાં આજે જે અજ્ઞાન વર્તાય છે એનું કારણ તેવા પ્રકારની શુશ્રુષાનો અભાવ છે. સર્વથા શુશ્રુષાનો અભાવ ન પણ હોય તો પણ સામાન્ય કોટિની એ શુશ્રુષા પોતાના કાર્યને(બોધપ્રવાહને) કરવામાં સમર્થ ન હોવાથી તેને શુશ્રુષા ન કહેવાય-એ વાત “શ્રવણસમીહા...' આ પદથી સ્પષ્ટ કરી છે. પહેલાના કાળમાં રાજાઓ જ્યારે સૂતા ત્યારે હજામ તેમને કથા સંભળાવે અને કથા સાંભળતાં સાંભળતાં રાજા જ્યારે સૂઈ જાય ત્યારે હજામ જતો રહે. કથા સાંભળવાની ઈચ્છા રાજાને હોવા છતાં તે કથાશ્રવણથી રાજાને જેમ સ્થાનો બોધ થતો નથી, તેમ સાધકને પણ જ્યારે શ્રવણથી બોધ થતો નથી ત્યારે તેને તેવી શુશ્રુષા મનાતી નથી. રાજાઓ જેમ ઊંઘવા માટે કથા સાંભળતા તેમ વર્તમાનમાં મોટા ભાગના શ્રોતાઓ પણ માત્ર સાંભળવા માટે વ્યાખ્યાનાદિ સાંભળતા હોય છે. શુદ્ધ શુશ્રુષા વિના માત્ર શ્રવણની પ્રવૃત્તિથી બોધના પ્રવાહની પ્રાપ્તિ થતી નથી, એટલું જ જણાવવાનું અહીં તાત્પર્ય છે. આ શુદ્ધ શુશ્રુષા ખરેખર જ ત્રીજી દષ્ટિની એક અદ્ભુત સિદ્ધિ છે. આ શુક્રૂષાના પુણ્યપ્રભાવે સાધકની જે ઉત્તમ અવસ્થા થાય છે તેનું વર્ણન કરતાં અને આ શુશ્રુષા વિના ઉપસ્થિત થયેલા શ્રોતાને સંભળાવવાની નિરર્થકતા વર્ણવતાં ગ્રંથકાશ્રી ફરમાવે છે કે
મન રીઝે તન ઉસેજી, રીઝે બૂઝે એકતાન તે ઈચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે
જિનાજી ! ધન૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org