________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૪૧
નથી. ગમે તેવી ઉક્ટ શુશ્રુષા હોય તોપણ યોગીજનોનો વિનય ન કરીએ તો યોગીજનો યોગથ્થાનું શ્રવણ નહિ કરાવે. તેથી ઉપર જણાવેલી શુદ્ધ શુક્રૂષાને પ્રાપ્ત કરનાર સાધક સુવિનીત જ હોય એ સમજી શકાય છે. સુંદર કોટિનો વિનય અને ઉત્કટ કોટિની શુશ્રષાના યોગે આ દષ્ટિમાં જે બોધ મળે છે તેનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કેસરી એ બોધપ્રવાહની, એ વિણ શ્રત થલકૂપ, શ્રવણસીહા તે મિસીજી, શયિત સુણે જિમ ભૂપ રે
જિનજી ! ધન રા આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબની ઉત્કટશુશ્રુષા બોધના પ્રવાહની સેર છે. પાતાળકૂવા વગેરેમાં જે પાણીની સેર-સરવાણી હોય છે, તેની જેમ આ દષ્ટિમાં બોધના પ્રવાહની સરવાણી સ્વરૂપ શુશ્રુષા હોય છે. તેવા કૂવા વગેરેમાંથી ગમે તેટલું પાણી વપરાય તોપણ એ સરવાણીના પ્રભાવે પાણીનો પ્રવાહ સતત મળતો જ રહે છે તેમ આ દષ્ટિમાં બોધનો પ્રવાહ સતત વહેતો રહે છે. પાણીનો પ્રવાહ બંધ થાય તો તે તે કૂવા વગેરેમાં પાણીની સરવાણી રહેતી નથી તેમ આપણા બોધનો પ્રવાહ બંધ થાય તો માનવું પડે કે આપણી શુશ્રુષા નષ્ટ થઈ છે. સાધને આ દષ્ટિની પ્રાપ્તિ પૂર્વે જ બોધની આવશ્યક્તા ચોક્કસપણે સમજાઈ છે; એટલે એની દષ્ટિ બોધના પ્રવાહ ઉપર જ સ્થિર થાય છે અને એની સરવાણીરૂપે શુશ્રષાને જાળવી રાખવાનું ખૂબ જ આવશ્યક બને છે. કારણ કે આવી શુશ્રુષાના અભાવમાં સાંભળવાની પ્રવૃત્તિ સ્થળફૂપ એટલે કે ભૂમિ ઉપર ખોદેલા ખાડા જેવી છે. એ ખાડો ગમે તેટલો ઊંડો હોય તોપણ એમાંથી પાણીનો પ્રવાહ મળતો નથી. તેમ તેવી શુશ્રુષા વિનાની શ્રવણપ્રવૃત્તિ ગમે તેટલી સારી જણાતી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org