________________
४०
બલાદષ્ટિની સક્ઝાય
આ ત્રીજી દષ્ટિની વિશેષતા છે. આવી આસનની સ્થિરતા સાધકને કાર્યથી વિમુખ નહિ બનાવે. જેથી સાધનાની સિદ્ધિ સુધી પહોંચવાનું કાર્ય સરળ બને છે. યોગના યમ, નિયમ વગેરે આઠ અંગમાંનું ત્રીજું અંગ આસન છે. અહીં ત્રીજી દષ્ટિમાં તેની પ્રાપ્તિ થવાથી, શ્રવણસમીહા અર્થાત્ શુશ્રુષા શુદ્ધ બને છે. બુદ્ધિના આઠ ગુણમાંના આ ગુણની પ્રાપ્તિ થવાથી આ દૃષ્ટિમાં સાધકને યોગકથાનું શ્રવણ કરવામાં અનુકૂળતા મળે છે. બીજી દષ્ટિમાં જિજ્ઞાસા અને આ દષ્ટિમાં શુશ્રુષા પ્રાપ્ત થવાથી શ્રવણની પ્રાપ્તિમાં જે આનંદ મળવાનો છે-તે અનિર્વચનીય છે. અપ્રશસ્તમાર્ગે તે તે સંગીતાદિની જિજ્ઞાસા અને શુક્રૂષાને લઈને તેના શ્રવણમાં જે નિરાબાધપણે પ્રવૃત્તિ થાય છે, એવી યોગક્યાશ્રવણની પ્રવૃત્તિમાં પણ સાધકને કોઈ બાધ આવતો નથી. આ જ વાતને સ્પષ્ટ કરતાં બીજી ગાથામાં પૂ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે
તરુણ સુખી સ્ત્રીપરિવયજી, જેમ ચાહે સુરગીત, સાંભળવા તેમ તત્ત્વને, એ દષ્ટિ સુવિનીત રે
જિનજી ! ધન મેરા આશય સ્પષ્ટ છે કે યુવાન, સુખી અને રીયુક્ત શ્રોતા દિવ્યસંગીતને સાંભળવા જેમ ઈચ્છે છે તેમ આ દષ્ટિમાં રહેલો સુવિનીત સાધક યોગતત્ત્વને સાંભળવા ઈચ્છે છે. આવી ઈચ્છાને જ અહીં શુદ્ધ શ્રવણસમી તરીકે વર્ણવી છે. અનાદિકાળની શબ્દાદિ-વિષયની આસક્તિના કારણે દિવ્યસંગીતાદિના શ્રવણાદિની ઈચ્છાનો આપણે સારી રીતે અનુભવ ક્યો છે. યોગથ્થાના શ્રવણની ઈચ્છા આ ત્રીજી દષ્ટિમાં અનુભવાય છે. ત્રીજી દષ્ટિની પ્રાપ્તિ થતાં પૂર્વે આવી તત્ત્વશ્રવણેચ્છા હોતી નથી. આવા પ્રકારની શુશ્રુષા વિનય વગર ફળતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.sg