________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૩૯
છ ત્રીજી બલાદષ્ટિની સજ્ઝાય છે
બલા નામની ત્રીજી દષ્ટિનું વર્ણન કરતાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે
-
ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ઠ-અગ્નિસમ બોધ, ક્ષેપ નહિ આસન સર્ષજી, શ્રવણસમીહા શોધ રે જિનજી ! ધન ધન તુજ ઉપદેશ ।।૧।
આશય એ છે કે બલા નામની ત્રીજી દષ્ટિમાં કાષ્ઠના અગ્નિ સમાન બોધની પ્રાપ્તિ થાય છે. પ્રથમ બે દષ્ટિની અપેક્ષાએ અહીં બોધનું પ્રમાણ અધિક છે. બોધની સ્થિરતા થોડી વધારે છે અને બોધને સાચવવાનું પણ અહીં પ્રમાણમાં સરળ બને છે. બીજી દૃષ્ટિના અંતે પ્રાપ્ત થયેલી યોગ્યતાના પ્રભાવે મુખ્યપણે બોધ બધી રીતે વધે છે. પૂ. ગુરુદેવશ્રીની પાસે અવસરે અવસરે યોગકથાના પુણ્યશ્રવણથી પ્રામ થયેલી બોધની સ્થિરતાના કારણે સાધકને યોગમાર્ગની સાધનામાં ક્ષેપ નામનો દોષ નડતો નથી. સામાન્યથી ક્ષેપનો અર્થ વિલંબ છે. સાધના – પ્રત્યે ખેદ કે ઉદ્વેગ ન હોય તોપણ અનાદિકાળના સંસ્કારના કારણે મંદ ઉત્સાહને લઈને કાર્ય કરવામાં વિલંબ થતો હોય છે. એવો વિલંબ અહીં ત્રીજી દષ્ટિમાં જોવા મળતો નથી. આપણે જે કાર્ય કરવાનું શરૂ કર્યું હોય એનાથી અતિરિક્ત કાર્યમાં ચિત્તની અસ્થિરતાના કારણે વારંવાર ચિત્ત જાય તો તેથી પણ આપણા કાર્યમાં વિલંબ થતો હોય છે. તેવો વિલંબ આ દૃષ્ટિમાં હોતો નથી. તેથી જ આસનમાં પણ સ્થિરતા હોય છે. અર્થાત્ જે કોઈ કાર્ય કરવાનું ધાર્યું હોય તે ખૂબ જ ધીરજથી અહીં થાય છે. સાધકને આસનની સ્થિરતા હોવી જ જોઈએ. ગમે તે કારણે ધારેલા કાર્યમાં વિલંબ થાય તોપણ ધીરજ ગુમાવવી નહિ-એ
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org