________________
૩૮
તારાદષ્ટિની સઝાય
- આશય એ છે કે અનંતજ્ઞાની ભગવંતોએ ઉપદેશેલા પરમતારક યોગમાર્ગનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રવચનોનો વિસ્તાર ખૂબ જ વિશાળ છે. એ સમજવા જેટલી બુદ્ધિ મારી પાસે નથી. આવા વખતે એ પરમતારક વચનોના પરમાર્થને સમજાવનારા શિષ્ટ પુરુષો જે પ્રમાણે કહે છે તે પ્રમાણ માનીને તે મુજબ કરવામાં જ મારું હિત છે.... આવો ભાવ આ તારાદષ્ટિમાં સાધકને પ્રાપ્ત થાય છે. આ સમગ્રલોકમાં રહેલા સમગ્રભાવોને સાક્ષાત્ જેનારા અનંતજ્ઞાનીભગવંતોના પરમપવિત્ર વચન ઉપર વિશ્વાસ ન રાખીએ તો આ યોગમાર્ગનું જ્ઞાન કોઈ પણ રીતે થવાનું નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રના તે તે વિષયના જાણકારોનાં વચનો ઉપર વિશ્વાસ રાખ્યા વિના કોઈ તે તે વિષયના જાણકાર બન્યા નથી તેમ આ લોકોત્તર માર્ગમાં પણ અનંતજ્ઞાની ભગવંતોનાં વચન ઉપર વિશ્વાસ રાખ્યા વિના કોઈ પણ યોગમાર્ગનો જ્ઞાતા કઈ રીતે બને ? વર્તમાનમાં ધમવર્ગમાં આવો વિશ્વાસ ખૂબ જ અલ્પ પ્રમાણમાં જોવા મળે, એનું સાચું કારણ જિજ્ઞાસાનો અભાવ છે અને એના મૂળમાં મોક્ષની ઈચ્છાનો અભાવ છે. બીજી દષ્ટિમાં આવું બનતું નથી. આ દષ્ટિમાં આત્માને વાસ્તવિક જિજ્ઞાસા પ્રાપ્ત થતી હોવાથી તેને અનંતજ્ઞાની ભગવંતોનાં વચનો ઉપર વિશ્વાસ રાખવાનું સરળ બને છે. પોતાની સમજણશક્તિ ઉપર વિશ્વાસ ન રાખતાં તે શિષ્ટ પુરુષોનાં વચન ઉપર વિશ્વાસ રાખે છે. આત્માને જ્ઞાની બનાવવાનું એ એક જ અદ્ભુત સાધન છે. બીજી દષ્ટિમાં આત્માના એ શુભ અધ્યવસાય સ્વરૂપ સાધનથી આત્મા સુંદર કોટિના યશને પ્રાપ્ત કરે છે. પરંતુ ખોટી ડંફાસ વગેરે મારતો નથી. આ પ્રમાણે જણાવીને ગ્રંથકાશ્રીએ એ અદ્ભુત ભાવનું જ વર્ણન કર્યું છે. આપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org