________________
૬
દીપ્રાદષ્ટિની સઝાય
ઉત્સાહનો અભાવ જણાય તો તે આ ઉત્થાનદોષનું કાર્ય છે.
- વર્તમાનમાં મોટાભાગના સાધકોની એ ફરિયાદ છે કે સાધનામાં આરંભ વખતે જે ઉલ્લાસ હતો તેવો ઉલ્લાસ નથી આવતો. આ ફરિયાદનું વાસ્તવિક કારણ આ ઉત્થાન નામનો દોષ છે. જે જે વસ્તુનો ત્યાગ કરી આપણે સાધનાના પરમતારક માર્ગે પ્રયાણ આરંવ્યું હતું તે બધી જ વસ્તુઓ પાછી ઉપાદેય લાગવાથી આપણો ઉલ્લાસ ઓસરી જતો હોય છે. ઉત્થાન નામના દોષના અભાવમાં દિન-પ્રતિદિન એ ઉલ્લાસ વધવા માડે છે. તેથી આરંભેલી ક્લિામાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. એક ક્રિયા ચાલુ હોય ત્યારે વચ્ચે વચ્ચે બીજી ક્લિાઓ કરવાનું કારણ પણ આ ઉત્થાનદોષ છે. તે દોષથી ક્રિયામાં અસ્થિરતા જન્મે છે, જેથી સાધકને સિદ્ધિમાં અંતરાય થાય છે. યોગમાર્ગની સાધનામાં ‘ચિત્તની સ્થિરતા” ખૂબ જ આવશ્યક હોય છે. એ માટે ઉત્થાનદોષને દૂર કર્યા વિના ચાલે એવું નથી. ચિત્તની ચંચળ અવસ્થાનું કારણ ઉત્થાન નામનો દોષ છે.
ચોથી દષ્ટિમાં યોગનાં આઠ અંગમાંના ચોથા અંગ તરીકે વર્ણવેલા પ્રાણાયામની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે શરીરની અંદર રહેલા વિવિધ વાયુના રેચન, પૂરણ અને કુંભનને પ્રાણાયામ કહેવાય છે. યોગદર્શનપ્રસિદ્ધ આ પ્રાણાયામ; સામાન્ય રીતે શરીરની સ્થિરતા દ્વારા મનની એકાગ્રતામાં ઉપયોગી બને છે. મનનો નિગ્રહ આ પ્રાણાયામથી જ થાય છે-એવું નથી. આ પ્રાણાયામ વગર પણ મનનો નિગ્રહ સ્વાધ્યાયાદિ દ્વારા સિદ્ધ થાય છે. આથી જ યોગની સાધનામાં આ પ્રાણાયામનું દ્રવ્યપ્રાણાયામ તરીકે વર્ણન કર્યું છે. આ દ્રવ્યપ્રાણાયામની પ્રામિ દરેક સાધકને થાય છે-એવું નથી બનતું, પરંતુ આગળની ગાથામાં વર્ણવેલા ભાવપ્રાણાયામની પ્રાપ્તિ ખૂબ જ સરસ રીતે આ ચોથી દષ્ટિમાં થાય છે.
અહીં ભાવપ્રાણાયામની પ્રાપ્તિ થવામાં મુખ્ય કારણ આ દષ્ટિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org