________________
યોગદૃષ્ટિ-એક પરિશીલન
મનની પવિત્રતા એ શૌચ છે. કોઈ પણ કારણસર વચન કે કાયાની સંક્લેશવાળી પ્રવૃત્તિનો ત્યાગ કરનારા પણ મનને સંક્લેશરહિત બનાવવા સમર્થ બનતા જ હોય છે એવું નથી હોતું. આપણે લોકોમાં ખરાબ ન દેખાઈએ-એવી ભાવનાથી વચન કે કાયાની દુષ્ટ પ્રવૃત્તિ ટાળી શકાય છે, પરંતુ એ માટે મનની દુષ્ટ પ્રવૃત્તિ ટાળવાનું આવશ્યક હોતું નથી. આવી સ્થિતિને યોગના જાણકારો શૌચ-અવસ્થારૂપે વર્ણવતા નથી. અનાદિકાળના સંસારપરિભ્રમણના કારણ તરીકે મન-વચન-કાયાની અશુભપ્રવૃત્તિને જાણીને એ પરિભ્રમણથી મુક્ત બનવા મન-વચનકાયાની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરવો-એ શૌચ છે. પ્રવૃત્તિને સુધારવાની જેટલી ચિંતા આપણે સેવીએ છીએ એટલી ચિંતા પરિણામ સુધારવા માટે થાય તો શૌચસ્વરૂપ પ્રથમ નિયમની પ્રાપ્તિ અશક્ય નથી. સારા થવું અને સારા દેખાવું એ બેનો ભેદ બીજી દષ્ટિમાં સદ્ગુરુના સમાગમે બરાબર સમજાય છે. એથી આ તારાદષ્ટિમાં શૌચ પ્રાપ્ત થાય છે.
આજ સુધી વાસ્તવિક શૌચની પ્રાપ્તિ ન થવાનું અથવા તો પ્રામ શૌચનો નાશ થવાનું કોઈ કારણ હોય તો તે મુખ્યપણે સુખનો લોભ છે. એ લોભના કારણે આજ સુધી જીવે ઘણાં પાપ કર્યાં છે. આ લોભ બધાં જ પાપનું મૂળ છે... વગેરે જાણ્યા પછી બીજી દષ્ટિમાં સાધકને શૌચના કારણ તરીકે સંતોષની પ્રાપ્તિ થાય છે. ગમે તેવી સ્થિતિમાં મળેલી વસ્તુથી અતિરિક્ત વસ્તુનો લોભ ન કરવા સ્વરૂપ ‘સંતોષ’ બીજો નિયમ છે. વસ્તુની ઈચ્છા અને વસ્તુનો લોભ એ બેમાં જે ફ્રક છે તે બરાબર સમજી લેવો જોઈએ. વસ્તુની આવશ્યકતા મુજબ તેની ઈચ્છા કરવી અને ગમે તેવાં પાપ કરીને પણ વસ્તુ મેળવવાનો વિચાર કરવો
એ બંને એક નથી. કર્મના ઉદયથી આવી પડેલી ગમે તેવી
Jain Education International
૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org