________________
૨૮
તારાદષ્ટિની સક્ઝાય
વિષમસ્થિતિમાં વસ્તુ વિના કોઈ પણ જાતના દુઃખ વગર જીવતાં “સંતોષ” શિખવાડે છે. એક વખત સંસારના સુખ ઉપરથી નજર ખસી જાય તો જીવનમાં સંતોષ આવી જાય. બીજી દષ્ટિમાં સદ્ગુરુદેવશ્રીના પુણ્ય પરીચયે મુમુક્ષુ આત્માને સંસારના સુખની ભયંકરતાનો સારો એવો ખ્યાલ આવે છે. જેમ બને તેમ એની આસક્તિથી વહેલામાં વહેલી તકે છૂટવાનું એને મન થાય છે. અને તેથી ગમે તેવા કપરા સંયોગોમાં પણ સંતોષપ્રધાન જીવન જીવવાનું તેના માટે અઘરું બનતું નથી. લોભના-તૃષ્ણાના અભાવ સ્વરૂપ આ સંતોષનું દર્શન બીજી દષ્ટિમાં થાય છે. વર્તમાનમાં કહેવાતી છઠ્ઠી-સાતમી દષ્ટિવાળામાં પણ સંતોષનું દર્શન દુર્લભ છે. સુખની લાલચ બહુ ખરાબ છે. માની લીધેલા સુખ ખાતર રાત-દિવસ આપણે સૌ આજે જે રીતિએ જીવી રહ્યા છીએ તે બીજી દષ્ટિનું લક્ષણ નથી. પોતાના માનસન્માન કે પ્રતિષ્ઠાદિ માટે કરાતી પ્રવૃત્તિને પણ શાસનપ્રભાવના'નું નિમિત્ત વર્ણવવાનું કાર્ય એકમાત્ર લોભના કારણે થાય છે. બીજી દષ્ટિમાં આ લોભનો અભાવ થાય છે, જેથી સંલેશની હાનિ થવાથી શૌચની પ્રાપ્તિ થાય છે, તે ટકી રહે છે અને વધે છે.
પાંચ પ્રકારના નિયમમાં ત્રીજો નિયમ તપ છે. બાહ્ય અને અત્યંતર ભેદથી તપ બે પ્રકારના છે. અહીં સામાન્યપણે “તપ” પદથી બાહ્યતા વિવક્ષિત છે. શૌચના કારણ સ્વરૂપ સંતોષની પ્રાપ્તિ માટે તપ ખૂબ જ આવશ્યક છે. કર્મયોગે આવી પડેલી વિષમસ્થિતિમાં સંતોષપૂર્વક જીવવા માટે જીવનમાં દુ:ખ વેચ્યા વિના ચાલે એવું નથી. પરાધીનપણે અનાદિકાળથી આપણે સૌ દુઃખ વેઠતા આવ્યા છીએ. પરંતુ સંતોષ સ્વરૂપ નિયમની પ્રાપ્તિ માટે દુઃખ સહન કરવાનો અભ્યાસ લગભગ નથી. જીવનની જરૂરિયાત ઘટાડ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org