________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૨૯
વિના સંતોષ નહિ આવે. જરૂરિયાત ઘટાડવા તપજેવું કોઈ ઉત્તમ સાધન નથી. સામગ્રીના અભાવમાં આપણે ત્યાગી જ છીએ. પરંતુ છતી સામગ્રીએ શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ ત્યાગ કરવો એ તપ છે. સદ્ગુરુભગવંતો પાસે યોગમાર્ગના શ્રવણથી બીજી દષ્ટિમાં સાધકને તપની આવશ્યક્તા બરાબર સમજાય છે. તપથી દુઃખ વેઠવાનો અભ્યાસ પડે છે. ધર્મ કરનારાઓને દુઃખ વેઠવાનો વિચાર ન આવે અને ધર્મ કરતી વખતે માત્ર અનુકૂળતાનો જ વિચાર આવે તો તેઓ આ તપ નામનો નિયમ પ્રાપ્ત શી રીતે કરી શકે ? જે વસ્તુ બીજી દષ્ટિમાં સમજાય છે તે વસ્તુ આજે મોટા ભાગના ધર્મીવર્ગને સમજાવવાનું પણ લગભગ અશક્ય છે. અનંતજ્ઞાનીઓએ જાતે સેવેલા આ ત્રીજા નિયમની આવશ્યકતા સમજાય તો આજે ધર્મી ગણાતા વર્ગમાં ધર્મની છાયા વર્તવા માંડે. દિવસે દિવસે ધર્મની પ્રવૃત્તિ વધતી હોવા છતાં તેમાં ઉપર જણાવ્યા મુજબની બીજી દષ્ટિની વૃત્તિવિચારણા છે કે નહિ-એ કહી શકાય એવું નથી. - આ રીતે ત્રણ પ્રકારના નિયમની પ્રાપ્તિ પછી આ દષ્ટિમાં સ્વાધ્યાયસ્વરૂપ ચોથા નિયમની પ્રાપ્તિ થાય છે. અન્યદર્શનકારોએ પ્રણવ()પૂર્વકના મંત્રોના જપને સ્વાધ્યાય તરીકે વર્ણવ્યો છે. શ્રતના અધ્યયન સ્વરૂપે સ્વાધ્યાય આપણે ત્યાં પ્રસિદ્ધ છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મસ્થા: આ પાંચ ભેદ સ્વાધ્યાયના છે. ગુર્નાદિ પાસે પાઠ લેવો એ વાચના છે. તે વખતે સૂત્ર કે અર્થના વિષયમાં પડેલી શંકાને દૂર કરવા ગુર્નાદિને પૂછવું- તે પૃચ્છના છે. સૂત્રાર્થનું વિસ્મરણ ન થાય એ માટે સૂત્ર અને અર્થનો વારંવાર અભ્યાસ કરવો-તેને પરાવર્તન કહેવાય છે. સૂત્ર કે અર્થને અનુલક્ષીને કરાતા વિશિષ્ટ ચિંતનને અપેક્ષા કહેવાય છે અને યોગ્ય જીવોની આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org