SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ કાન્તાદષ્ટિની સઝાય ( છઠ્ઠી કાન્તાદૃષ્ટિની સઝાય છે યોગાચાર્યોએ યોગની પ્રાપ્તિ વખતે યોગીને પ્રાપ્ત થયેલા ગુણોનું વર્ણન કર્યું છે. એ ગુણો સ્થિરાદષ્ટિના અંતે અને છઠ્ઠી દષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વે સંગત થઈ શકે છે-એ જણાવવા માટે પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કાંતા નામની છઠ્ઠી દષ્ટિના વર્ણન પ્રારંભે જણાવ્યું છે કે અચપલ રોગરહિત નિષ્ફર નહિ, અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રમુખ પ્રવૃત્તિ, ધન ધન શાસન શી જિનવરતણું ૧૫ પાંચમી સ્થિરાદષ્ટિમાં પૂર્વે જણાવ્યા મુજબ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી બોધ પ્રમાણમાં ઘણો સૂક્ષ્મ હોય છે. એ બોધના સામર્થ્યથી જીવાદિ પદાર્થોના વિષયમાં શ્રદ્ધા પણ ખૂબ જ દઢ-સુદઢ બનતી હોય છે. આ જ્ઞાન અને શ્રદ્ધાના પ્રભાવે સાધકને મોક્ષની ઈચ્છા ઉત્કટ બને છે. આ ઈચ્છાની વિરોધિની તરીકે પાંચ ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છાને જાણીને યોગીઓ પાંચ ઈન્દ્રિયોના વિષયોથી દૂર રહે છે. ઈન્દ્રિયો અને તેના રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દાદિ વિષયોનું અસ્તિત્વ હોવા છતાં ઈન્દ્રિયો સ્વભાવથી જ એ તરફ આકૃષ્ટ બનતી નથી. આવા ગુણને અચપળતા એટલે કે અલૌલ્ય કહેવાય છે. કષાય છે ત્યાં સુધી સર્વથા ઈચ્છાનો અભાવ ન થાય. પરંતુ એ ઈચ્છા એવી તો ન હોવી જોઈએ કે જે લોલુપતામાં પરિણમે. ઈચ્છા અને લોલુપતામાનો ભેદ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. વિષયોની આવશ્યક્તા અને વિષયોની અનિવાર્યતા આ બેમાં ઘણો ફરક છે. સ્થિરાદષ્ટિના અંતે લોલુપતા નથી હોતી. વિષયોની ભયંકરતા જાણ્યા પછી અને માન્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy