________________
યોગદષ્ટિ-એક પરિશીલન
પછી વિષયો પ્રત્યે ઈન્દ્રિયો ઉદાસીન બને છે. વિષય પાછળ દોડવાની વૃત્તિ ઈન્દ્રિયોની ચપળતા છે. આવી ચપળતા યોગપ્રાપ્તિ વખતે હોતી નથી. યોગપ્રકર્ષની પ્રાપ્તિ માટે ઈન્દ્રિયોની અચપળતા ખૂબ જ ઉપયોગી બને છે. અનાદિકાળથી વિષયો પ્રત્યે આકર્ષણ ધરાવતી ઈન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાનું યોગીઓને સહજ રીતે બનતું હોય છે. વિષયજન્ય સુખોની ભયંકરતાની પ્રતીતિ થાય તો વિષય પ્રત્યેનું આકર્ષણ ઘટે. પાંચમી દષ્ટિમાં પ્રાપ્ત થયેલ વેદ્યસંવેદ્યપદથી એ પ્રમાણે વિષય પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. તેથી ગમે તેવા વિષયોના પ્રસંગે પણ ઈન્દ્રિયો ચપળ બનતી નથી.
આ રીતે વિષયો અને ઈન્દ્રિયો ઉપર નિયંત્રણ હોવાથી સ્વભાવથી જ યોગીનું શરીર યોગરહિત હોય છે. વિષયોનું માવાતીત સેવન સામાન્ય રીતે રોગાદિનું કારણ બને છે. ઈન્દ્રિયોની ચપળતા ન હોવાથી આવાં રોગાદિન નિમિત્ત મળતાં નથી. ભૂતકાળના નિકાચિત કર્મના ઉદયે ગમે તે નિમિત્તને પામીને રોગનો ઉદય થાય તો યોગીને યોગના પ્રભાવે રોગ રોગ લાગતો નથી. રોગ રોગરૂપે ન જણાય તો રોગનું અસ્તિત્વ યોગમાં બાધક બનતું નથી. સાચું આરોગ્ય પણ એ જ છે. બાકી તો ભૂતકાળના કોઈ પુણ્યના ઉદયથી શરીર નિરોગી મળે તોપણ તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવે જીવને યોગની પ્રાપ્તિ થતી નથી. આવા વખતે પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી સામગ્રી જ જીવને યોગની પ્રાપ્તિમાં બાધક બનતી હોય છે. રોગરહિત અવસ્થા ગુણ છે એની ના નહિ. પરંતુ તે અવસ્થા યોગસચરિત હોવી જોઈએ. યોગસહચરિતઅવસ્થાપન્ન રોગનો અભાવ વસ્તુતઃ રોગને રોગ નહિ માનવા સ્વરૂપ છે. રોગ ન હોય તો સારું જ છે. પરંતુ એ કોઈના હાથની વાત નથી. પૂર્વે બાંધેલાં નિકાચિત કોટિનાં અશાતાર્મના ઉદયે રોગ તો કોઈને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org