________________
યોગદષ્ટિ-એક પરિશીલન
R બીજી તારાદષ્ટિની સઝાય છે મિત્રા નામની પ્રથમ દષ્ટિનું વર્ણન કરી તારા નામની બીજી દષ્ટિનું વર્ણન કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કેદર્શન તારાદટિમાં મનમોહન મેરે, ગોમય અગ્નિસમાન મન, શૌચ સંતોષને તપ ભલું મન૦ સજઝાય ઈશ્વરધ્યાન મનવાળા
આશય એ છે કે તારાદષ્ટિમાં મિત્રાદષ્ટિની અપેક્ષાએ બોધ થોડો નિર્મળ હોય છે. તૃણના અગ્નિ જેવો બોધ મિત્રાદષ્ટિમાં હોય છે અને તારાદષ્ટિમાં એ બોધ ગોમય-છાણના અગ્નિ જેવો હોય છે. તૃણના અગ્નિની અપેક્ષાએ છાણનો અગ્નિ થોડો સ્થિર હોય છે અને કેમે કરીને એ વધે છે. આવી જ વિશેષતા; બીજી તારાદષ્ટિના બોધમાં છે.
પૂર્વે જણાવ્યા મુજબ મિત્રાદષ્ટિમાં જીવને જે બોધ મળે છે, તે • ખૂબ જ અલ્પ પ્રમાણમાં છે. એના પ્રકાશમાં આમ જોઈએ તો સમજણ ઘણી છે. કારણ કે અનાદિકાળના મિથ્યાત્વની મંદતામાં મિત્રાદષ્ટિવાળા મુમુક્ષુને અલ્પ પણ બોધની પ્રાપ્તિ થાય છે. આજ સુધીની પ્રગાઢ અજ્ઞાનસ્વરૂપ અંધકારમય અવસ્થાના કારણે જીવની જે વિષમ સ્થિતિ હતી તે અહીં અલ્પ એવા પણ બોધના પ્રભાવે દૂર થાય છે. રોગના નિદાન વિનાની ચિકિત્સા કરનારાને અને સર્વથા અંધકારમય મધ્યરાત્રિમાં અટવીનો પ્રવાસ કરનારાને; રોગનું નિદાન થવાથી અને એકાદ તેજના કિરણના દર્શનથી જે આનંદ થાય છે-એ આપણે સમજી શકીએ છીએ. મિત્રાદષ્ટિમાં સાધકની પણ આવી જ આનંદપ્રદ સ્થિતિ હોય છે. આ દુઃખમય સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરનારાને પોતાના પરિભ્રમણના નિદાન-કારણનો વાસ્તવિક ખ્યાલ આ બોધના પ્રભાવે થાય છે. આથી એવો વાસ્તવિક ખ્યાલ આપનારા યોગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org