________________
૨૪
મિત્રાદષ્ટિની સઝાય
કોઈ ખાસ પ્રયત્નવિશેષ કરવો પડતો નથી. ગ્રંથિદેશે આવ્યા પછી ગ્રંથિ (રાગ-દ્વેષની તીવ્ર આત્મપરિણતિ)ને ઓળખાવનારું શુદ્ધયથાપ્રવૃત્તિકરણ છે અને ગ્રંથિને ઓળખ્યા પછી તેને ભેદનાર અપૂર્વકરણ છે. લોઢું લોઢાને જેમ કાપે છે, તેમ અહીં પરિણામથી પરિણામ ભેદાય છે. તીવ્ર એવી રાગાદિની પરિણતિને ભેદનારા અપૂર્વકરણાત્મક આત્માના તીવ્રતમ શુભ પરિણામની પૂર્વે ગ્રંથિને ઓળખવાનું અત્યંત આવશ્યક હોય છે. મિત્રાદષ્ટિમાં સાધક આત્માને યોગીજનના સંપર્કથી સામાન્ય પણ બોધ, ગ્રંથિને ઓળખાવવાનું એક અપૂર્વ સાધન બને છે. શત્રુ શત્રુ તરીકે ઓળખાઈ જાય તો શત્રુનું ઉમૂલન કરવાનું કામ ખૂબ સરળ બને છે. દરરોજનો પરિચિત પણ એકવાર ઓળખાઈ જાય તો એક જ ઝાટકે તક જોઈને તેને દૂર કરવાનું કામ સરળ રીતે પાર પડે છે. સદ્ગુરુદેવશ્રીના સતત સમાગમથી મિત્રાદષ્ટિમાં ગ્રંથિ ઓળખાય છે, જે શુદ્ધયથાપ્રવૃત્તિકરણની અવસ્થા છે. અનાદિકાળથી ચારગતિમય આ સંસારમાં આપણે ભટકી રહ્યા છીએ. એનું મૂળ કારણ, સંસારના વિષયજન્ય સુખ પ્રત્યેના રાગની તીવ્ર પરિણતિ અને દુઃખ પ્રત્યેના દ્વેષની તીવ્ર પરિણતિ છે-એ આ દષ્ટિમાં સમજાય છે. આત્માના વિકાસની અહીંથી શરૂઆત થાય છે. અનાદિકાળથી જીવનું અસ્તિત્વ પહેલા ગુણઠાણે હોવા છતાં આ દષ્ટિમાં એ ગુણઠાણું ગુણસંપન્ન બને છે. તેથી તાત્વિક પ્રથમ ગુણસ્થાનકની પ્રાપ્તિ આ મિત્રાદષ્ટિમાં થાય છે, જે ઉપર જણાવ્યા મુજબ સુયશવિલાસનો અપૂર્વ અવસર છે. ઉપરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org