________________
૧૧૮
પ્રભાષ્ટિની સક્ઝાય
હક સાતમી - પ્રભાષ્ટિની સઝાય છે
છઠ્ઠી કાન્તાદષ્ટિનું વર્ણન કરીને હવે સાતમી પ્રભાષ્ટિના વર્ણનનો પ્રારંભ કરે છે
અપ્રિભાસમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠી; તત્ત્વતણી પ્રતિપત્તિ ઈહાં વળી, રોગ નહિ સુખપુરૂઠી રે,
ભવિકા ! વીરવચન ચિત્ત ધરીએ પ્રભા નામની સાતમી દષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જેવો હોય છે. ધ્યાન આ દષ્ટિમાં પ્રિય હોય છે. તત્ત્વની પ્રતિપત્તિ અહીં પ્રાપ્ત થાય છે અને રોગના અભાવના કારણે અહીં સુખ પુષ્ટ બને છે-આ પ્રમાણે શ્રી વિરપરમાત્માનાં જે વચન છે તે ભવ્યજીવોએ ચિત્તમાં ધરવાં જોઈએ.
છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં સાધુધર્મની પરિભાવનાના કારણે મુમુક્ષુ આત્માના બોધનો સારા પ્રમાણમાં વિકાસ થાય છે. સર્વવિરતિધર્મના અવસરે સાતમી દષ્ટિમાં એ બોધ સૂર્યની પ્રભા જેવો અત્યંત સ્પષ્ટ હોય છે. તારાની પ્રભા અને સૂર્યની પ્રભા-આ બેનો ભેદ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે.
યોગનાં આઠ અંગમાંથી સાતમા “ધ્યાન” અંગની અહીં પ્રાપ્તિ થાય છે. ધારણાના વિષયમાં જ્ઞાનની જે એકતાનતા છે તેને ધ્યાન કહેવાય છે. સામાન્યપણે એક જ વિષયમાં પરિણામની સ્થિરતાને ધ્યાન કહેવાય છે. ધારણા અને ધ્યાન-એ બેનો ભેદ સ્થૂલદષ્ટિએ સમજવો હોય તો મૂળભૂત વિષયમાં ચિત્તની એકાગ્રતા એ ધારણા છે અને એના વ્યાપ્યભૂત અવાંતર એક વિષયમાં ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે-એમ કહી શકાય. ધારણા વખતે મૂળવિષયની આસપાસ જ ચિત્ત ફરતું રહે છે. જ્યારે ધ્યાન વખતે તે વિષયના એક દેશમાં જ ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org