________________
૯૨
સ્થિરાદષ્ટિની સઝાય
ચાલતું ન હતું તેનું સ્મરણ પણ ન જોઈએ એવું ક્યારેક બનતું હોય છે અને જેનું સ્મરણ પણ અનિષ્ટપ્રદ હતું તેના વિના હવે જીવવાનું જ શક્ય નથી–એવું પણ ક્યારેક બનતું હોય છે. આથી સમજી શકાશે કે વસ્તુતઃ સારા-નરસાપણું એ વિષયગત ધર્મ નથી, એ તો આપણા મનનો આવિર્ભાવ છે. આપણી રુચિ વગેરેના કારણે કોઈ વસ્તુ આપણને સારી અથવા તો નરસી જણાતી હોય છે. આ દષ્ટિમાં આવી વિષયવિકારને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ ઈન્દ્રિયો કરતી નથી. કહેવાનો આશય એટલો જ છે કે અહીં મન વિકૃત ન હોવાથી, ઈન્દ્રિયો વિષયનો સંપર્ક કરતી હોવા છતાં વિષયવિકારને ગ્રહણ કરતી નથી. આને જ ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કહેવાય છે. અત્યાર સુધી ઈન્દ્રિયો વિષયમાં તન્મય બની તદાકાર બનતી હતી. અહીં ચિત્ત વિષયમાં આસક્ત ન હોવાથી તે ઈન્દ્રિયોને વિષયમાં પ્રવર્તાવતું નથી. મન નિર્વિકાર-અવસ્થાપન્ન હોવાથી ઈન્દ્રિયો પણ એવી જ નિર્વિકાર-અવસ્થાને ધારણ કરે છે. અત્યાર સુધી ઈન્દ્રિયો મનને વિષયોમાં ખેંચી જતી હતી. હવે મન જ ઈન્દ્રિયોને વિષયોથી દૂર રાખે છે અને તેથી મનની વિષયશૂન્ય અવસ્થાની જેમ ઈન્દ્રિયોની પણ વિષયશૂન્ય અવસ્થા પ્રતીત થાય છે. આમાં મુખ્ય કારણ સૂક્ષ્મબોધ છે. વિષયોની ભયંકરતા વાસ્તવિક રીતે સમજાયા પછી એને આધીન બનવાનું કોઈ પણ રીતે શક્ય બનતું નથી. વિષયોને સુખપ્રાપ્તિનાં સાધન માની આત્માએ જે દુઃખનો અનુભવ ર્યો છે-એનો આ દષ્ટિમાં ખૂબ જ સ્પષ્ટ ખ્યાલ આવે છે. આથી જ અત્યાર સુધી સુખનાં સાધન કે દુ:ખ દૂર કરવાનાં સાધન તરીકે પ્રતિભાસિત સર્વ ઉપાયો અસાર જણાય છે. માત્ર આત્માના પરમતત્ત્વરૂપે કેવલજ્યોતિ સ્વરૂપ જ્ઞાનનો જ અહીં સારભૂત પ્રકાશ વર્તે છે. જ્ઞાનથી અતિરિક્ત કોઈ જ તત્ત્વ નથી-એવી પ્રતીતિ સંદેવ થયા કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org