________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૯૧
પ્રાપ્ત કરી શકાય છે. એવા પ્રકારના પુણ્યને પ્રાપ્ત કરવાની યોગ્યતા અહીં હોય છે. આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થયા પછી આ સિદ્ધિઓનું કોઈ જ આકર્ષણ સ્થિરા દષ્ટિમાં રહેતું નથી. એમાં અહીં પ્રાપ્ત થયેલો સૂક્ષ્મબોધ તો કારણ છે જ, પણ સાથે સાથે યોગનાં આઠ અંગમાંથી પાંચમા ‘પ્રત્યાહાર નામના યોગાંગને પણ કારણ માન્યા વિના ચાલે એવું નથી. સૂક્ષ્મબોધની સૂક્ષ્મતા, ઈન્દ્રિયોના પ્રત્યાહારને આધીન છે. ઈન્દ્રિયોના પ્રત્યાહારનું સ્વરૂપ વર્ણવતાં પૂ. ઉપાધ્યાયજી મ. ફરમાવે છે કે
વિષયવિકારે ન ઈન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વપ્રકાશે, શેષ ઉપાય અસારો રે,
એ ગુણના વિષયના વિકારની સાથે ઈન્દ્રિયોને જોડવી નહિ, તેને ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કહેવાય છે. આશય એ છે કે-સામાન્ય રીતે આ દષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વે અજ્ઞાનાદિના કારણે વિષયજન્ય સુખને સુખ માનવાથી તાદશ સુખના સાધનભૂત વિષયોમાં જ મન આસક્ત હતું. એ મનને અનુસરીને ઈન્દ્રિયો પણ વિષય તરફ જ ખેંચાતી હતી. પ્રાણાયામના કારણે મન વિષયોથી વિમુખ બનવાથી ઈન્દ્રિયો પણ વિષયો તરફ ખેચાતી નથી. વિષય અને ઈન્દ્રિયાદિનું અસ્તિત્વ હોવાથી વિષયગ્રહણમાં ઈન્દ્રિયો પ્રવર્તતી હોવા છતાં વિષયોમાં એ આસક્ત બનતી નથી. ઈન્દ્રિયોનું વિષયોમાં આકર્ષણ ખરેખર તો મનની તેવા પ્રકારની વિષયાસક્તિના કારણે હોય છે. સ્થિરાદષ્ટિમાં પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનાદિના કારણે મન સ્થિર બને છે અને તેથી ઈન્દ્રિયો પણ પ્રમાણમાં ખૂબ જ સ્થિર બને છે. વિષયોના સારા-નરસાપણાને ગ્રહણ કરવાનું કામ મન કરે છે. વિષયમાં વસ્તુત: એવો કોઈ જ ધર્મ નથી. જેના વિના અત્યાર સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org