________________
૯૦
સ્થિરાદષ્ટિની સઝાય
સ્વરૂપ વર્તાય છે. આથી જ આ દષ્ટિમાં સાધકના આત્મામાં ઋદ્ધિ અને સિદ્ધિનો પ્રવેશ થાય છે. વસ્તુતઃ સાધકના આત્મામાં આવી ઋદ્ધિ-સિદ્ધિ સહજ છે. પરંતુ આ પૂર્વે તેનું જ્ઞાન ન હતું, આ દષ્ટિમાં તે સ્પષ્ટ જણાય છે. એટલે ઋદ્ધિ-સિદ્ધિનો પ્રવેશ અહીં જ્ઞાનરૂપે જ છે. આ દષ્ટિમાં પ્રાપ્ત થયેલા અભુત જ્ઞાનના પ્રભાવે જીવને અષ્ટમહાસિદ્ધિનું સામીપ્ય પ્રાપ્ત થાય છે. સમ્યજ્ઞાનમાં એ સામર્થ્ય છે કે વિશિષ્ટ નિર્જરાની જેમ વિશિષ્ટ પુણ્યબંધ પણ કરાવે છે. વિશિષ્ટ પુણ્યના ઉદયથી અષ્ટમહાસિદ્ધિ પ્રાપ્ત કરવાની કોઈ તમન્ના હોતી નથી. પરમાર્થથી તો આત્માના શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયેલા અનંતજ્ઞાનાદિ આઠ ગુણોની સિદ્ધિ જ અષ્ટમહાસિદ્ધિરૂપે પ્રતીત થતી હોય છે અને એવી સિદ્ધિને પ્રાપ્ત કરવાની યોગ્યતા ખૂબ જ ઉત્કટ રીતે અહીં પ્રાપ્ત થતી હોય છે.
સામાન્ય રીતે કોઈ પણ વસ્તુને પરમાણુજેવી-અણુસ્વરૂપે કરવાની શક્તિને મા કહેવાય છે. કોઈ પણ વસ્તુને વાયુ જેવી લઘુ-હલકી કરવાની શક્તિને વિમા કહેવાય છે. પોતાના શરીરાદિને મોટું અથવા ગુરુ-ભારે-વજનદાર કરવાની શક્તિને મહિમા કહેવાય છે. પોતાની આંગળીના અગ્રભાગથી ચંદ્રમાદિને સ્પર્શ કરવાની શક્તિને પ્ર િકહેવાય છે. પોતાની ઈચ્છા મુજબ ભૂમિ ઉપર ચાલવાની જેમ પાણી ઉપર ચાલવા વગેરે સ્વરૂપ-ઈચ્છાના વ્યાઘાતના અભાવને પ્રાષ્યિ કહેવાય છે. પાંચ મહાભૂતો અથવા ભૌતિક વિષયોને સ્વાધીન બનાવવાની શક્તિને વશિત્વ કહેવાય છે. ધારે તો તે તે વિષયોને ઉત્પન્ન કરવા વગેરેની શક્તિને શિત્વ કહેવાય છે અને પોતાના સંકલ્પ મુજબ તે તે પદાર્થને અવસ્થિત કરવાની શક્તિને યત્રામાવસાયિતા કહેવાય છે. આ અષ્ટમહાસિદ્ધિઓ પુણ્યવિશેષથી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org