________________
તારાદષ્ટિની સઝાય
સહવાસથી ગુણ અને દોષનું જ્ઞાન થવાથી ગુણીજનો અને ગુણરહિત જનોમાં જે ફરક છે-તે સ્પષ્ટપણે આ દષ્ટિમાં જોવા મળે છે. તે જોવાથી ગુણીજનો પ્રત્યે બહુમાન પેદા થાય છે. જેથી એવા ગુણીજનો પ્રત્યે વિનય આચરવાનું સહજ રીતે બને છે. ગુણસંપન્ન આત્માઓનું દર્શન થતાંની સાથે ઊભા થવું; તેમને લેવા સામે જવું, આવ્યથી બેસવા માટે તેમને આસન આપવું, યથાશક્તિ તેમનું કાર્ય કરી આપવું... વગેરે અનેક પ્રકારના વિનય કરવાથી ગુણસંપન્ન આત્માઓ પ્રત્યે દિવસે દિવસે બહુમાન વધે છે. આંતરિક પ્રીતિસ્વરૂપ એ બહુમાનથી ગુણીજનો પ્રસન્નતાપૂર્વક પુષ્કળ પ્રમાણમાં શ્રુતજ્ઞાનનું પ્રદાન કરે છે. એનાથી આપણને આપણા દોષોનું વાસ્તવિક ભાન થાય છે અને આપણે આપણા ગુણની હાનિને જોતા થઈએ છીએ. સાથે સાથે આવા વખતે આપણને આપણી આ ગુણની હાનિ જે કારણે થઈ છે તેનું પણ જ્ઞાન થવા માંડે છે.
અનાદિકાળથી ગુણની પ્રાપ્તિ જીવને ના થઈ હોય અથવા તો ગુણની પ્રાપ્તિ થયા પછી તે ફરી પાછી નષ્ટ થઈ હોય તો તેનું એકમાત્ર કારણ આ સંસારના સુખની આસક્તિ છે. ભૂતકાળમાં દુઃખ વેઠવાનો અભ્યાસ હોવા છતાં અને સહનશીલતા હોવા છતાં સુખની પ્રાપ્તિ થયા પછી એ અભ્યાસ અને સહનશીલતા જીવનમાંથી એકાએક અદશ્ય થઈ જાય છે. સાધકને સાધનાના દ્વારેથી જ પાછો વાળનારી અને સાધનાના સર્વોચ્ચ સ્થાનેથી પાડનારી પણ આ સંસારસુખની આસક્તિ છે-એ સમજાઈ જાય તો યોગની સાધનાનો માર્ગ સરળ બની જાય. સાધક આત્માને આ બીજી દષ્ટિમાં ગુણની હાનિના કારણ સ્વરૂપે ભવ-સંસારની ભયંકરતા સમજાય છે. તેથી તેને ભવનો ભય પેદા થાય છે અને ભવના ભયના કારણે પોતાની વિકલ
Jain Education International
mational
For Private & Personal Use Only
www.jainelibrary.org