________________
યોગદષ્ટિ-એક પરિશીલન
સમય મળતો નથી. આવી જ સ્થિતિ બીજી દષ્ટિમાં છે. આ દિષ્ટ પામતાં પૂર્વેની અનુચિત પ્રવૃત્તિઓમાંની એક પણ પ્રવૃત્તિ આ દૃષ્ટિમાં હોતી નથી. એમાં મુખ્ય કારણ સાધકનું યોગનું અર્થીપણું છે. આ રીતે અનુચિત પ્રવૃત્તિનો અભાવ હોવાથી જ્યારે જ્યારે યોગીજનો સાધકને યોગકથાનું શ્રવણ કરાવે છે ત્યારે ત્યારે યોગીજનોને સાધકને સન્માર્ગે વાળવાનું ખૂબ જ સરસ રીતે સરળ બને છે. આ વાતને ગ્રંથકારશ્રીએ ‘વાળ્યો વળે જિમ હેમ’ આ પદોથી સરસ રીતે વર્ણવી છે. લોઢા વગેરેની અપેક્ષાએ સોનાને વાળવાનું અને આપણી ધારણા મુજબ તેને ઘાટ આપવાનું જેટલું સહેલું છે, એટલી જ સહજતાથી આ દૃષ્ટિમાં સાધકને યોગમાર્ગે વાળવાનું યોગીજનો માટે શક્ય બને છે. આ દૃષ્ટિના પ્રભાવે યોગીજનોનો પુરુષાર્થ સફળ બને છે. એ સફળતામાં જ ખરેખર તો સાધકની સિદ્ધિ છે. યોગીજનોના સંપર્કમાં આવ્યા પછી યોગકથાના નિરંતર શ્રવણથી સાધકને યોગીજનોની વિશેષતા ખૂબ જ સ્પષ્ટપણે પ્રતીત થતી હોય છે અને તેથી યોગીજનો પ્રત્યે વિનય, બહુમાન વગેરે આ દૃષ્ટિમાં અધિક કરે છે-આ વસ્તુ ગ્રંથકારશ્રીએ ચોથી ગાથામાં જણાવી છે.
વિનય અધિક ગુણીનો કરે ।।મનના દેખે નિજ ગુણહાણ ।।મના ત્રાસ ધરે ભવભય થકી ।।મનના ભવ માને દુ:ખખાણ મિનાજા
૩૫
આશય એ છે કે આ દૃષ્ટિમાં યોગકથાના શ્રવણથી જેમ જેમ ગુણીજનોનો પરીચય થતો જાય છે તેમ તેમ તે ગુણીજનોનો વિનય કરે છે. પોતાની અપેક્ષાએ અધિક ગુણસંપન્ન એવા આત્માઓને જોઈને પોતામાં એવા ગુણોનો અભાવ દેખે છે. યોગીપુરુષોના નિરંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org