________________
૩૪
*
તારાદષ્ટિની સક્ઝાય
આ પદથી જણાવી છે. બીજી દષ્ટિમાં આ હઠાગ્રહના અભાવમાં પોતાની જિજ્ઞાસાને શાંત કરવાનું જે રીતે સાધકને શક્ય બને છે તે જણાવતાં ગ્રંથકારશ્રી ત્રીજી ગાથામાં ફરમાવે છે કેએહ દષ્ટિ હોય વરતતા ગામનવમા યોગકથા બહુ પ્રેમાામના અનુચિત તેહ ન આચરે મનવા વાળ્યો વળે જિમ હેમ
Iમનમાયા. આશય એ છે કે-આ દષ્ટિમાં પૂર્વે જણાવ્યા મુજબ પોતાનો હઠાગ્રહ નહિ હોવાથી સાધક આત્મા જ્યારે જ્યારે ગુર્નાદિકની પાસે યોગથાનું શ્રવણ કરે છે ત્યારે ત્યારે તેને યોગથ્થા પ્રત્યે ખૂબ જ પ્રેમ ઉપજે છે. પૂર્વ પૂર્વ જિજ્ઞાસા તે તે વસ્તુના જ્ઞાનથી જેમ જેમ શાંત થતી જાય છે, તેમ તેમ ઉત્તરોત્તર વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન થતી જાય છે અને તેથી યોગની સ્થા પ્રત્યેનો પ્રેમ વધતો જાય છે. આ વસ્તુનો અનુભવ સામાન્યથી સૌને છે. અર્થ અને કામની જેમ જેમ પ્રાપ્તિ થતી જાય છે તેમ તેમ ઉત્તરોત્તર તેની ઈચ્છા વધતી જાય છે અને તેથી તે અંગેની વાતચીતમાં જે રસ પડે છે એવો જ રસ સાધકને આ દૃષ્ટિમાં યોગક્યા પ્રત્યે અનુભવવા મળે છે. તેથી રાત-દિવસ યોગથાનું શ્રવણ કરવાનો યોગ મળી રહે એ માટે તે સતત ઉપયોગવાળો બની રહે છે. પોતાની કોઈ પણ જાતની પ્રવૃત્તિને લઈને પોતાને યોગીજનો અયોગ્ય માની યોગથાના શ્રવણથી દૂર ન રાખે એવા સદાશયથી આ દષ્ટિવંત મુમુક્ષુ કોઈ પણ જાતનું અનુચિત આચરણ કરતા નથી. અર્થ અને કામના અર્થી બન્યા પછી તે તે જીવોને; ભૂતકાળની બધી ટેવો છોડી દેતા આપણે જોઈએ છીએ. ગમે તેવા મોડા ઊઠનારા વહેલા ઊઠતા થઈ જાય છે અને ગમે ત્યાં રખડીને વાતચીત કરનારાઓને વાતચીત કરવા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org