________________
યોગદષ્ટિ-એક પરિશીલન
થાય છે. સદ્ગુરુદેવશ્રીના નિરંતર પરિચયમાં પોતાની ન્યૂનતાને સંદેવ જોવાથી સાધકને એમ જ થાય છે કે આ શી રીતે બને ? આવી જિજ્ઞાસા જ સાધકને કોઈ પણ જાતના હઠાગ્રહથી દૂર રાખે છે. પોતાની અપૂર્ણતાને પણ પૂર્ણતાસ્વરૂપે જોનારાને ગમે તેવા સમર્થ પુરુષો પણ વાસ્તવિક્તાનું ભાન કરાવે તો તેઓ પોતાના હઠાગ્રહને મૂકતા નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ તત્ત્વજિજ્ઞાસા બીજી દષ્ટિમાં પ્રાપ્ત થવાથી સાધકને જ્યારે જ્યારે પણ સમર્થ પુરુષોનો સમાગમ થાય છે ત્યારે તે કોઈ પણ જાતનો હઠાગ્રહ રાખ્યા વિના પોતાની અપૂર્ણતાને દૂર કરવાના તે તે ઉપાયો તે તે સમર્થ પુરુષો પાસેથી મેળવી લે છે. જિજ્ઞાસા એ જ્ઞાનનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાધન છે. હઠાગ્રહ જ્ઞાનમાં પ્રતિબંધક છે. જિજ્ઞાસા, એ પ્રતિબંધને દૂર કરે છે-આ વસ્તુને સમજાવવા પણ નહિ નિજહઠ ટેગ” આ પદ . કિયા પ્રત્યે ઉગ ન હોય; ગુણસ્વરૂપ તવની જિજ્ઞાસા હોય અને કોઈ પણ જાતનો હઠાગ્રહ ન હોય તો સમજણ ગમે ત્યાંથી મળી રહેશે. ધર્મી ગણાતા વર્ગમાં આજે આ ત્રણે ગુણો બહુ ઓછા જોવા મળે છે. લોકોત્તર ધર્મના આરાધકોમાં આ ગુણો ખૂબ જ સ્પષ્ટપણે દેખાવા જોઈએ, એના બદલે આજે તદ્દન વિપરીત સ્થિતિ છે. હઠાગ્રહ આવ્યા પછી જિજ્ઞાસા અને અનુગ નાશ પામે છે. સાચો અનુગ સાચી જિજ્ઞાસાને લઈ આવે છે અને સાચી જિજ્ઞાસા જીવને હઠાગ્રહથી દૂર રાખે છે. હઠાગ્રહપૂર્વકની જિજ્ઞાસા એ એક જાતનો દંભ છે. પોતાના હઠાગ્રહને આચ્છાદિત કરવા માટે જ એનો ઉપયોગ કરાય છે. એનાથી જીવનું કલ્યાણ થતું નથી. આગ્રહવિનિમુક્ત અવસ્થા પામ્યા વિના સાચી જિજ્ઞાસા આવતી નથી અને એવી જિજ્ઞાસા ન હોય તો યોગમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી-આ વાતને ખૂબ જ સ્પષ્ટપણે બીજી ગાથાના પણ નહિ નિજહઠ ટેગ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org