________________
૧૩૪
પરાદષ્ટિની સઝાય
આ રીતે પરાદષ્ટિનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. મિત્રાદષ્ટિથી શરૂ થયેલી, સિદ્ધિની સાધના અહીં પૂર્ણ બને છે. સાધક, સાધક મટીને સિદ્ધ બને છે. લોકમાં વ્યાધિગ્રસ્ત પુરુષ ચિકિત્સાવિશેષથી જેમ વ્યાધિમુક્ત બને છે તેમ અનાદિકાળથી ભવના(સંસારના) રોગી પુરુષો પણ, અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલી ચિકિત્સાના પ્રભાવે ભવમુક્ત બને છે. અનાદિથી બદ્ધ એવા આત્માને મુક્ત-પરમાત્મા બનાવવાની આ પ્રક્રિયાનું વર્ણન પૂર્ણ કરી ઉપસંહાર કરતાં ફરમાવે છે કે
એ અડદિઠી કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતેજી, કુળયોગી ને પ્રવૃત્તચક જે, તેહ તણે હિતeતેજી; યોગીકુળે જાયા, તસ ધર્મે અનુગત, તે કુળયોગીજી, અષી ગુરુ-દેવ-દ્વિજપ્રિય, દયાવંત ઉપયોગીજી.જા
પાતંજલાદિ યોગશાસ્ત્રોની પરિભાષાને અનુરૂપ મિત્રાદિ આઠ દષ્ટિઓનું વર્ણન સંક્ષેપથી અહીં કર્યું છે. વિસ્તારથી આ દષ્ટિઓનું વર્ણન યોગદષ્ટિસમુચ્ચયાદિ ગ્રંથમાં છે. કુળયોગી અને પ્રવૃત્તચક્યોગી-આ બે પ્રકારના યોગીઓના હિત માટે આ સંક્ષિપ્ત વિવરણ છે. સામાન્યથી યોગીઓ ચાર પ્રકારના છે. ગોત્રયોગી, કુળયોગી, પ્રવૃત્તચક્યોગી અને નિષ્પન્નયોગી-એ ચાર પ્રકારના યોગીઓમાંથી ગોવયોગી કોઈ પણ રીતે યોગમાર્ગની યોગ્યતા ધરાવતા ન હોવાથી તેમનું આ વિવરણથી હિત થવાનું નથી તેમ જ નિષ્પન્નયોગીઓનું હિત તો યોગની સિદ્ધિના કારણે થયેલું જ હોવાથી તેમના માટે પણ આ વિવરણ ઉપયોગી નથી. કુળયોગીનું સ્વરૂપ વર્ણવતાં ગાથામાં ફરમાવ્યું છે કે જેઓ યોગીના કુળમાં જન્મ્યા છે અને તેમના ધર્મને અનુસરે છે તેઓ કુળયોગી છે; પરંતુ માત્ર યોગીકુળે જેઓ જન્મ્યા છે પણ તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org