________________
યોગદૃષ્ટિ-એક પરિશીલન
૧૩૫
ધર્મને અનુસરતા નથી-તેઓ ગોવયોગી છે, કુળયોગી નથી. અદ્વેષ; ગુરુ દેવ અને દ્વિજ ઉપરનો પ્રેમ, દયા તથા ઉપયોગસ્વરૂપ બોધ વગેરે કુળયોગીનાં લક્ષણો છે. તત્ત્વની જિજ્ઞાસા કે તત્ત્વનું જ્ઞાન હોવાથી કોઈ પણ વસ્તુમાં આગ્રહ હોતો નથી. તેથી કુળયોગીને સર્વત્ર અદ્વેષ હોય છે. આગ્રહ તેનું કારણ છે. નિરાગ્રહીને શ્રેષનો અવકાશ હોતો નથી. તત્ત્વજિજ્ઞાસુને કે તત્ત્વદ્રષ્ટાને આગ્રહ ન પાલવે. આગ્રહ એવી જિજ્ઞાસાનો અને એવી દષ્ટિનો ઘાતક છે. કુળયોગીઓ યોગપ્રિય હોવાથી યોગના પ્રરૂપક ગુરુભગવંતો, યોગનિષ્પન્ન દેવ અને યોગના આરાધક દ્વિજ(બ્રાહ્મણ-બ્રહ્મના જ્ઞાતા વગેરે) વગેરેના વિષયમાં નિરુપમ પ્રેમને ધારણ કરે છે. જે વસ્તુ પ્રત્યે પ્રેમ હોય તે વસ્તુના દર્શક, સ્વામી અને પ્રાપ્ત કરનારા પ્રત્યે કુદરતી રીતે જ પ્રેમ થતો હોય છે. કુળયોગીઓ મોક્ષના અર્થી હોવાથી સંલિ અધ્યવસાયપૂર્વક પાપ કરતા ન હોવાથી સર્વત્ર દયાળુ હોય છે. પાપ કરતી વખતે પણ અનુકંપા(દયાનો પરિણામ)ની રક્ષા કરીએ તો પાપના અનુબંધથી આપણે દૂર રહી શકીએ. સંક્લેશપૂર્ણ અધ્યવસાય અનુકંપાનો નાશ કરે છે. એના નાશ પછી પાપ, પાપાનુબંધી બને છે. કુળયોગીઓને એવો સંભવ હોતો નથી. રાગ-દ્વેષની તીવ્ર પરિણતિસ્વરૂપ ગ્રંથિનો ભેદ થયો હોવાથી અથવા તો નજીકના સમયમાં જ ગ્રંથિનો ભેદ થવાનો હોવાથી કુળયોગીઓ ઉપયોગસ્વરૂપ સમ્યગ્બોધયુક્ત હોય છે. આ ઉપયોગના કારણે ચારિત્રોપયોગી ઈન્દ્રિયોની યતના વગેરે ગુણોના ભાજન કુળયોગી હોય
ઉપર જણાવ્યા મુજબ કુળયોગીઓનું સ્વરૂપે વર્ણવીને પાંચમી ગાથામાં પ્રવૃત્તચક્યોગીનું સ્વરૂપ વર્ણવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org