________________
૧૧૦
કાન્તાદષ્ટિની સઝાય
આસનની સ્થિરતાને પ્રાપ્ત કરી લીધી છે, પ્રાણવિક્ષેપનો પરિહાર કર્યો છે, ઈન્દ્રિયોના પ્રત્યાહાર દ્વારા કાયાને જુગામી-સરળ બનાવી છે અને શીતોષ્ણાદિ વંદ્વોનો પરાભવ કર્યો છે. તેથી અહીં ધારણા ખૂબ જ દઢ હોય છે. જ્ઞાનના વિષયની અભિરુચિ તીવ્ર થાય તો ધારણા દઢ બને છે. વિષયમાં એવી અભિરુચિ જ ન હોય તો મનની એકાગ્રતા સ્વરૂપ ધારણા ઉદ્ભવે નહિ. સૂક્ષ્મબોધાદિના કારણે કાન્તાદષ્ટિમાં તત્ત્વરુચિ ઘણી હોય છે. એથી ચિત્ત તત્ત્વમાં ખૂબ જ સ્થિરતા પામે છે. આથી જ ચિત્તમાં અન્ય-મિથ્યાત્વીઓના મૃતનો સંવાસ હોતો નથી. સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ હોવાથી અહીં નિસર્ગથી જ અતત્ત્વસ્વરૂપ અન્યથુતધર્મમાં યોગીઓનું ચિત્ત લીન બનતું નથી. રાત અને દિવસ તત્ત્વાતત્ત્વનો વિચાર કરવા છતાં તત્ત્વાતત્ત્વના વિવેકના કારણે અતત્ત્વ ઉપાદેય લાગતું નથી. આવી અવસ્થાને જ યોગની પરિભાષામાં અન્યમુદ્ નામના દોષનો અભાવ કહેવાય છે.
યોગગ્રંથોમાં “અન્યમુદ્ નામના દોષના સ્વરૂપનું વર્ણન કરતાં જણાવ્યું છે કે-આપણે જે કાર્ય કરવાનું નિશ્ચિત કર્યું હોય તેનાથી ભિન્ન જે અનુષ્ઠાન(વિહિત કે અવિહિત) હોય તેમાં પ્રીતિ ઉત્પન્ન થવી-તેને અન્યમુદ્દોષ કહેવાય છે. એ ગ્રંથમાં એ વાતને સમજાવતાં દષ્ટાંતપૂર્વક જણાવ્યું છે કે-સામાન્ય રીતે ચૈત્યવંદન કે સ્વાધ્યાયાદિ કર્તવ્યોના અવસરે શ્રુતના અનુરાગથી ચૈત્યવંદનના અવસરે પણ ચૈત્યવંદનનો આદર ન કરવો એ અન્યમુદ્દોષનું કાર્ય છે. આ દોષના કારણે ઈષ્ટ અર્થ સ્વરૂપ યોગની સિદ્ધિ ઉપર અફારાની વર્ષા થવા જેવું બને છે. કહેવાનો આશય એ છે કે યોગની સાધનામાં તત્પર બનવાની ઈચ્છાવાળાએ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા ઉપર ખૂબ જ આદરવાળા બનવું જોઈએ. તેઓશ્રીની પરમતારક આજ્ઞાના પાલનમાં જ ધર્મ છે અને યોગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org