________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૦૯
સ્વરૂપ મીમાંસાનો અહીં ઉદય થાય છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ આ સંસારનો ઉચ્છેદ કઈ રીતે થાય એની ચિંતા સ્વરૂપ સવિચારણા પણ વધવા માંડે છે અને અંતે આ ચિંતા સમ્યજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા સર્વવિરતિનું કારણ બને છે. જ્ઞાની ગણાતા પણ તત્ત્વમીમાંસા ન કરે તો જ્ઞાનના ફળને પામવાનું તેમના માટે શક્ય નહિ બને. ધર્મી ગણાતા વર્ગમાં આજે તત્ત્વમીમાંસા લગભગ નાશ પામી છે. સમજુ માણસો સદસહ્નો વિચાર ન કરે તો તત્વ કઈ રીતે પામે ? જ્ઞાનની સાથે વિચારણાનો તાલ મળે તો તત્ત્વપ્રાપ્તિ સુલભ છે. મીમાંસાના પ્રભાવે આ દષ્ટિમાં સંસારની ભયંકરતા એ રીતે સમજાય છે કે જેથી સંસારના ત્યાગ માટે સાધક ઉત્કટ કોટિનો પ્રયત્ન કરવાનો પ્રારંભ કરે છે તેમ જ મોક્ષની અનંતસુખમયતા એ રીતે સમજાય છે કે જેથી સાધક મોક્ષની ખૂબ જ તીવ્રસ્પૃહાવાળો બને છે. અપ્રશસ્ત-પાપમાર્ગમાં આવી મીમાંસાથી જે રીતે પાપ કરવા માટે આપણામાં તત્પરતા આવે છે એને આપણે સૌએ થોડાઘણા પ્રમાણમાં સારી રીતે અનુભવી છે. યોગમાર્ગની મીમાંસાનો સામાન્ય પણ અનુભવ કરવાનું બને તો આપણા સદ્ભાગ્યનો ઉદય થશે. જ્ઞાનને સફળ બનાવનારી જ મીમાંસા છે. વસ્તુ પોતાનું કાર્ય ન કરી શકે તો વસ્તુને વસ્તુ માનવાનો કોઈ અર્થ નથી.
આ મીમાંસા નામના ગુણની પ્રાપ્તિથી યોગના છઠ્ઠા અંગ સ્વરૂપ દઢ ધારણાની અહીં પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે શરીરના નાકના અગ્રભાગાદિ સ્વરૂપ દેશમાં વિષયાંતરને દૂર કરી ચિત્તને સ્થિર કરવું તેને ધારણા કહેવાય છે, જે મન-વચન-કાયાની એકાગ્રતાવિશેષ સ્વરૂપ છે. આ દષ્ટિમાં યોગીઓનું ચિત્ત મૈચાદિભાવનાથી વાસિત હોય છે. યોગીએ શૌચ-સંતોષાદિ નિયમોને સારી રીતે અભ્યસ્ત બનાવ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org