________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૧૧
સિદ્ધિ છે. તે તે કાલાદિમાં વિહિત તે તે અનુષ્ઠાનો, શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞાનુસારે તે તે કાળમાં જ કરવાથી કલ્યાણ કરનારાં છે. વિધિ કે કાલાદિની ઉપેક્ષાપૂર્વકનાં તે અનુષ્ઠાનો વસ્તુતઃ આદર વિનાનાં હોવાથી પાપનું કારણ બને છે. સદ્ભાગ્યે છઠ્ઠી દષ્ટિમાં સાધુધર્મની પરિભાવનાના અવસરે આ અન્યમુદ્દોષ હોતો નથી. વિહિત પણ અનુષ્ઠાનો કાલાદિની નિરપેક્ષતાના કારણે ઉપર જણાવ્યા મુજબ અન્યમુદ્દોષથી દુષ્ટ બનતાં હોય તો અવિહિત અનુષ્ઠાનના વિષયમાં તો કાંઈ જ કહેવાનું રહેતું નથી. વર્તમાનમાં આ દોષ મોટા ભાગે ખૂબ જ પ્રેમથી સેવાય છે. દરેકેદરેક અનુષ્ઠાનોમાં આજ્ઞા કરતાં આપણી અનુકૂળતાને જ મહત્ત્વ આપવાનું આપણા સ્વભાવમાં વણાયું છે. ઈચ્છા મુજબ વર્તવામાં ધર્મ નથી-એ સમજાવવાનું આજે ઉપદેશકો પણ મોટે ભાગે ટાળી રહ્યા છે. આજ્ઞાનું પ્રાધાન્ય સમજાયા વિના કોઈ પણ રીતે સાચી ક્રિયાઓ કરવાનું સામર્થ્ય મળવાનું નથી. ભાવશૂન્યક્યિા, ભાવયુક્ત ક્રિયા ભાવભિન્ન ક્રિયા અને ભાવથી અભિન્ન યિા : આવી કોઈ પણ જાતની વિચારણા કર્યા વિના માત્ર અનુષ્ઠાન કરવાથી કઈ રીતે નિસ્તાર થશેએ વિચારવાની ખૂબ જ આવશ્યક્તા છે. કોઈ વિચારે કે ન વિચારે મુમુક્ષુએ તો એ વિચારવું જ પડશે. અન્યમુદ્દોષનો વિસ્તાર દિનપ્રતિદિન વધતો જાય છે અને તેથી ઉપર જણાવ્યા મુજબ આપણા ઈષ્ટ ઉપર અંગારાની વર્ષા થઈ રહી છે, એનું ભાન આપણને તો હોવું જ જોઈએ. સ્વેચ્છાએ; ધર્મ કરવાનું સ્વીકાર્યા પછી ઈચ્છાને જ ધર્મ માનવાનું કેટલું વિચિત્ર છે ? સંપૂર્ણ શીર્ષાસન થઈ ગયું છે. છઠ્ઠી દષ્ટિમાં આવો અન્યમુદ્દોષ હોતો નથી-એ છઠ્ઠા ગુણસ્થાનકે બિરાજમાન પૂ. સાધુ-સાધ્વીજીઓએ નિરંતર યાદ રાખવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org