________________
૧૧૨
કાન્તાદષ્ટિની સઝાય
પાંચમી ગાથામાં કાંતાદષ્ટિના બોધ વગેરેનું સ્વરૂપ વર્ણવીને હવે છઠ્ઠી ગાથાથી આ દષ્ટિમાં યોગીને જે અવાંતર વિશિષ્ટ સિદ્ધિ મળે છે એનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે કેમન મહિલાનું રે વાહલા ઉપરે, બીજા કામ કરત; તેમ શ્રતધર્મેરે એહમાં મન ધરે, શાનાક્ષેપર્વત, ધનવાદી
આશય સ્પષ્ટ છે કે પાંચમી સ્થિરાદષ્ટિમાં પ્રાણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના પ્રભાવે યોગીને હવે એ બે સિવાય પ્રાપ્ત થયેલા સંસારના કોઈ પણ વિષયમાં આનંદ આવતો નથી. એનું ચિત્ત મોક્ષ અને મોક્ષનાં મળેલાં કે નહિ મળેલાં સાધનમાં જ લીન બને છે. તેવા પ્રકારના પૂર્વબદ્ધકર્મના વિપાકે સંસારમાં અનેક પ્રકારનાં કાર્ય કરતી વખતે પણ એનું ચિત્ત તેમાં લાગતું નથી. પરંતુ એ વખતે પણ મૃતધર્મની પ્રવૃત્તિનો અભાવ હોવા છતાં તેમાં જ તેનું ચિત્ત લાગેલું છે. આ વાત આ ગાથામાં સુપ્રસિદ્ધ દષ્ટાંતથી જણાવાઈ છે. સંસારમાં રહેલી સતી સ્ત્રીઓનું મન ગમે તે કામ કરતી વખતે પણ જેવી રીતે પોતાના પ્રિયતમ ઉપર લાગેલું હોય છે તેમ અવિરતિ આદિની તીવ્રતાના કારણે સંસારમાં રહેલા યોગીઓનું પણ મન; સંસારસંબંધી તે તે કાર્ય કરતી વખતે પણ મૃતધર્મમાં જ લીન હોય છે. આ કાન્તાદૃષ્ટિમાં યોગીઓ સદા માટે શ્રુતધર્મમાં જ મનને જકડી રાખે એવા ચિત્તાક્ષેપકજ્ઞાનવાળા એટલે કે જ્ઞાનમાં જ આકૃષ્ટ થનારા ચિત્તવાળા હોય છે. મોક્ષની સાધનસામગ્રીમાંથી દર્શન કે જ્ઞાન મળેલું હોવા છતાં અહીં ચારિત્રની પ્રાપ્તિ થયેલી ન હોવાથી-એનું દુઃખ યોગીઓને ઘણું હોય છે. સર્વવિરતિને મેળવી લેવા માટે અત્યંત ઉત્કંઠિત થયેલું ચિત્ત સતત જ્ઞાનમગ્ન બની જ્ઞાનને સતત ખેંચી રાખે છે. મળેલાં સાધનનો પૂર્ણપણે ઉપયોગ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org