________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૧૩
અપ્રાણ સાધનને પ્રાપ્ત કરવાનું કાર્ય આ કાન્તાદૃષ્ટિમાં સરસ રીતે થાય છે. સાધન સાધનાંતરને લાવી ન આપે તો મળેલાં સાધન સિદ્ધિના કારણ ન બને-એ જ યાદ ન રાખીએ તો મળેલાં સાધન સાધન નહિ રહે. કાન્તાદૃષ્ટિની એ વિશેષતા છે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરી આત્મા સમ્મચારિત્રસ્વરૂપ સાધનને પ્રાપ્ત કરવા માટે પૂર્ણ પ્રયત્નશીલ હોય છે. ઘણાખરા સાધકો સાધનામાર્ગથી વિચલિત બન્યા હોય તો તેનું મુખ્ય કારણ એ છે કે-તેઓ પ્રાપ્ત થયેલાં સાધનનો ઉપયોગ કરી ન શક્યા અથવા તો તેમ કરવાનું તેઓએ આવશ્યક ન માન્યું. આવો પ્રમાદ કાન્તાદષ્ટિમાં થતો નથી. જે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી અંતર્મુહૂર્તમાં મોક્ષ મળી શકે છે-તેની પ્રાપ્તિ થયા પછી પણ જો અદ્ધપુદ્ગલપરાવર્તકાળ સંસારમાં રહેવું પડતું હોય તો તેની પાછળ આવા જ પ્રમાદાદિનું પરિબળ કામ કરે છે-એમ માનવું રહ્યું. સાધનના ઉપયોગમાં અપ્રમત્તતા એ એક સાધકની અદભુત સિદ્ધિ છે. આ સિદ્ધિ જ વસ્તુતઃ સાધકને સિદ્ધ બનાવતી હોય છે. વર્તમાનમાં કોણ જાણે ક્યાંથી આ સિદ્ધિ સાધકવર્ગમાંથી લુપ્ત બનતી જાય છે એ સમજાતું નથી. મળેલાં સાધનનો પૂર્ણપણે જ નહિ, હદ ઉપરાંત ઉપયોગ કરવાનું આ છઠ્ઠી દષ્ટિમાં બને છે.
છઠ્ઠી દષ્ટિમાં ઉપર જણાવ્યા મુજબ આક્ષેપક જ્ઞાન હોવા છતાં અવિરતિના કારણે વિષયાદિમાં પ્રવૃત્તિ હોવાથી સિદ્ધિમાં વિઘ્ન નડશે અને તેથી સંસારનું કારણ તો રહેવાનું જ-આવી શંકાનું નિવારણ કરતાં સાતમી ગાથામાં ફરમાવ્યું છે કેએહવે શાને રે વિઘન-નિવારણે, ભોગ નહિ ભવહેત; નવિ ગુણ દોષ ન વિષયસ્વરૂપથી, મન ગુણ-અવગુણ-ખેત,
ધનવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org