________________
૧૧૪
કાન્તાદષ્ટિની સઝાય
કાન્તાદષ્ટિમાં ચિત્તાક્ષેપક જ્ઞાન હોવાથી સિદ્ધિ-સાધનમાં આવતા વિદનનું નિવારણ ખૂબ જ સરળતાથી થાય છે. સિદ્ધિ-સાધનમાં જે કોઈ વિઘ્ન બનશે તે વિન વસ્તુતઃ ભવનો હેતુ જ હશે-એ વાત અહીં છઠ્ઠી દષ્ટિમાં સમજાવવાની આવશ્યકતા નથી. કાન્તાદષ્ટિમાં એ સમજવા માટે પૂરતા પ્રમાણમાં જ્ઞાન છે અને એનો ઉપયોગ કરી લેવાની દક્ષતા પણ પૂરતી છે. આ આશયથી જ વિદનના અભાવનું કારણ ફરમાવતાં ગ્રંથકારશ્રીએ “ભોગ નહિ ભવહેત’-આ પદ પ્રયોજેલ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે ચિત્તાક્ષેપકજ્ઞાનમાં આત્મા લીન હોવાથી ભૂતકાળમાં ઉપાર્જેલ તેવા પ્રકારના કર્મના ઉદયથી થનારી વિષયાદિની પ્રવૃત્તિ સંસારનું કારણ બનતી નથી. માત્ર કાયિક વિષયપ્રવૃત્તિ સંસારનું કારણ બનતી નથી; તેની સાથે મન લીન બને તો તે પ્રવૃત્તિ સંસારનું કારણ બને છે. કાન્તાદષ્ટિમાં પૂર્વે જણાવ્યા મુજબ યોગીનું ચિત્ત મૃતધર્મમાં લીન હોવાથી તેની વિષય સંબંધી પ્રવૃત્તિ ભવનું કારણ બનતી નથી. માત્ર વિષયની પ્રવૃત્તિ આત્માના ગુણોની બાધક નથી, તેમ જ માત્ર વિષયની નિવૃત્તિ આત્માના ગુણોની સાધિકા પણ નથી. વિષયની સ્વરૂપતઃ પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં દોષ કે ગુણને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી. એવી પ્રવૃત્તિ કે નિવૃત્તિની સાથે મનના અશુભ કે શુભ અધ્યવસાય ભળે તો જ તે પ્રવૃત્તિ કે નિવૃત્તિ આત્મગુણની ઘાતક કે સાધક બને છે. અન્યથા લાભાંતરાય અને ભોગોતરાયાદિ કર્મના તીવ્ર ક્ષયોપશમે કે ઉદયે આત્માના ગુણોનો ઘાત કે આવિર્ભાવ માનવો પડશે. કર્મક્ષય કે કર્મબંધની પ્રત્યે મનના પરિણામનું મહત્ત્વ ખૂબ જ શાંતચિત્તે વિચારવું જોઈએ. યોગમાર્ગનો પ્રારંભ, યોગમાર્ગની પ્રવૃત્તિ અને યોગમાર્ગની સમામિ-આ બધાનો આધાર માત્ર પરિણામ છે. પરિણામપ્રયોજકપ્રવૃત્તિની પ્રયોજક્તા પણ તે પ્રવૃત્તિ છે-માટે નથી, પરંતુ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org