________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૧૫
પરિણામપૂર્વકની છે માટે છે. આ વસ્તુને નિરંતર યાદ રાખી સાધનામાર્ગે પ્રયાણ કરવું જોઈએ. આથી સમજી શકાશે કે મન વગરની માત્ર વિષયની પ્રવૃત્તિ કે નિવૃત્તિ દોષ કે ગુણનું કારણ નથી. પરંતુ વિષયમાં આસક્ત કે અનાસક્ત મન જ ખરેખર અવગુણ કે ગુણનું કારણ છે.
તેથી જ કાન્તાદૃષ્ટિમાં યોગી અવિરતિયુક્ત હોવા છતાં સંસારની ગમે તેવી અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં રતિ કે અરતિ પામ્યા વિના યોગમાર્ગે નિરંતર પ્રયાણ કરે છે. એ પ્રસ્થાનમાં કોઈ જ વિઘ્ન નડતું નથી-આ વાત આઠમી ગાથાથી દષ્ટાંતપૂર્વક જણાવાઈ છેમાયાપાણી રે જાણી તેહને, લંબી જાય અડોલ, સાચું જાણી રે તે બીતો રહે, ન ચળે ડામાડોળ, ધનગાટા
- ગ્રીષ્મઋતુના મધ્યાહે વૃક્ષની છાયામાં જણાતા પાણીને જેઓ પાણીનો આભાસ સમજે છે અને એ પાણી સાચું પાણી નથી એમ માને છે; તેઓ એ પાણીના આભાસમાંથી, કોઈ પણ જાતની મનમાં શંકા લાવ્યા વિના બિન્ધાસ્તપણે નીકળીને આગળ જતા રહે છે. જ્યારે એ પાણીના આભાસને જેઓ વાસ્તવિક પાણી માને છે તેઓ જ્યાં છે ત્યાં જ પાણીના ડરથી ઊભા રહે છે અને જવું ન જવું-એવી ચંચળ અવસ્થાના કારણે ત્યાંથી ખસતા નથી, બસ ! આ રીતે જ સંસારમાં પુણ્યયોગે પ્રાપ્ત થનારાં સુખો ખરેખર જ સુખાભાસસ્વરૂપ હોવા છતાં એને સાચાં સુખ માનનારા જીવો એની લાલચમાંને લાલચમાં સંસારમાંથી ખસતા જ નથી. પરંતુ જેઓ એવાં સુખોને સુખાભાસ માને છે તેઓ કોઈ પણ રીતે એની લાલચમાં ફસાતા નથી અને એની તરફ જોયા પણ વિના સંસારમાંથી પ્રયાણ કરી જાય છે-આ વસ્તુને જ સ્પષ્ટ કરતાં જણાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org